દેવાયત ખવડને લઈને ફરી આવ્યા મોટા સમાચાર, હવે દેવાયતે શું કર્યું ?

અમદાવાદ: લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.રાણો રાણાની રીતે ફેમ લાઈનથી પ્રખ્યાત થયેલા રાણો ઉર્ફે દેવાયત હાલ તો જેલમાં છે. પરંતુ આજે…

gujarattak
follow google news

અમદાવાદ: લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.રાણો રાણાની રીતે ફેમ લાઈનથી પ્રખ્યાત થયેલા રાણો ઉર્ફે દેવાયત હાલ તો જેલમાં છે. પરંતુ આજે ફરી એકવાર દેવાયત ખવડે જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

લોકસાહિત્યકાર અને તેના સાથીઓએ મળીને રાજકોટમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો.જે ઘટના બન્યાના લાંબા સમય બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં તેના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવામાં આવ્યો હતો. ત્યારે આજે દેવયાત અને તેના સાથીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

દેવાયત ખવડ સામે 3 ગુનાઓ નોંધાયા
ઉલ્લેખનીય છે કે ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે. જેમાંથી એકમાં ગંભીર ગુનાની નોંધ છે. 2015માં પણ ચોટીલામાં મારામારીના ગુના હેઠળ દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તો 2017 માં દેવાયત ખવડ વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે.આ ઘટના બાદ દેવાયત પોતાના સાથીદાર સાથે ફરાર થયાા હતા. ઘણા લાંબા સમય સુધી ફરાર રહ્યાં બાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારે પણ મીડિયાના મિત્રોએ પૂછ્યુ તો, ઘમંડ સાથે કહ્યું કે, સમય આવે ત્યારે જવાબ દેવાશે.

વાત પ્રધાનમંત્રી ઓફિસ સુધી પહોંચી
રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર હતા. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે.

રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ થોડા દિવસો બાદ પણ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

આ પણ વાંચો: મૂળી તાલુકામાં આઠ ખેડુતો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર, જાણો શું છે મામલો

જાણો શું હતી ઘટના
સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ દ્વારા તેમજ તેના એક સાગરિત દ્વારા મયુરસિંહ રાણાને લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જે મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે ગુનો નોંધાયા બાદ આઠથઈ દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp