અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, 15,446 કરોડ રુપિયાના શેર વેચી માર્યા, આ કંપનીઓને આપી ભાગીદારી

મુંબઈઃ એસબી અદાણી ફૈમિલી ટ્રસ્ટે અદાણી ગ્રુપની 3 કંપનીઓના 17.2 કરોડ શેર વેચી માર્યા છે. એસ બી અદાણી ફૈમિલી ટ્રસ્ટનું કહેવું છે કે, તેઓએ આ…

gujarattak
follow google news

મુંબઈઃ એસબી અદાણી ફૈમિલી ટ્રસ્ટે અદાણી ગ્રુપની 3 કંપનીઓના 17.2 કરોડ શેર વેચી માર્યા છે. એસ બી અદાણી ફૈમિલી ટ્રસ્ટનું કહેવું છે કે, તેઓએ આ શેર ઓપન માર્કેટના માધ્યમથી વેચ્યા છે. 15,446 કરોડના શેર વેચી દેવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે ગ્રુપની 4 કંપનીઓ વચ્ચે અંદાજે 21 કરોડના શેર વેચી દીધા છે. એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે આ શેર ઓપન માર્કેટના માધ્યમથી વેચ્યા છે. 15,446 કરોડના શેરનું વેચાણ કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપે આ શેર અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ GQG Partnersને વેંચ્યા છે. અદાણી ગ્રુપે આ વાત એક પ્રેસ રિલિઝ મારફતે જણાવી છે. અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં ગુરુવારે સારી એવી તેજી જોવા મળી હતી.

વૈશ્વિક રોકાણકારોનો ભરોસો
આ ડીલને લઈને અદાણી સમુહના CFO જુગેશિંદર સિંહનું કહેવુ છે કે, GQG Partners સાથેની આ ઐતિહાસિક ડીલને લઈને અમે ખુબ ખુશ છીએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ટકાઉ ઉર્જા, લોજિસ્ટિક્સ અને એનર્જી ટ્રાન્ઝિશનના અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક રોકાણકાર તરીકે GQGની ભૂમિકાને મહત્ત્વ આપીએ છીએ.આ વ્યવહાર ગવર્નન્સGQG, મેનેજમેન્ટ પ્રેક્ટિસમાં વૈશ્વિક રોકાણકારોના સતત વિશ્વાસને ચિહ્નિત કરે છે. અને કંપનીઓના અદાણી પોર્ટફોલિયોમાં વૃદ્ધિ થશે,વધુમાં, અદાણી ગ્રૂપના ગ્રૂપ CFO, જુગશિન્દર (રોબી) સિંઘે જણાવ્યું હતું કે, “આ વ્યવહાર વૈશ્વિક રોકાણકારોના ગવર્નન્સ, મેનેજમેન્ટ પ્રેક્ટિસ અને અદાણીના કંપનીઓના પોર્ટફોલિયોના વિકાસમાં સતત વિશ્વાસ દર્શાવે છે.”

અદાણી એન્ટરપ્રાઈઝના આ શેરની થઈ ડીલ
GQG દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝિસમાં રૂ. 5,460 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. કારણ કે, શેરમાં 1,410.86નું ટ્રાન્ઝેક્શન થયું હતું.અદાણી પોર્ટ્સના શેરને રૂ.596.20ના ભાવે ખરીદવામાં આવ્યા હતા અને કુલ રૂ. 5,282 કરોડના શેર હતા. અદાણી ટ્રાન્સમિશનના કિસ્સામાં, રૂ. 1,898 કરોડનો સોદો રૂ. 668.4 પ્રતિ શેરના ભાવે થયો હતો. અદાણી ગ્રીન એનર્જીના કિસ્સામાં રૂ. 504.6ના શેરના ભાવે આશરે રૂ. 2,806 કરોડનો સોદો થયો હતો. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે આ રોકાણ GQG ને નિર્ણાયક ભારતીય ઇન્ફ્રાના વિકાસ અને વૃદ્ધિમાં મુખ્ય રોકાણકાર બનાવે છે.

આ પણ વાંચોઃ ADANI ના તળીયા તપાસશે 6 સભ્યોની કમિટી, જાણો કોણ છે આ સભ્યો અને કેવો છે તેમનો રેકોર્ડ

સુપ્રિમ કોર્ટ તરફથી અદાણીને મોટો ઝટકો
જો કે બીજી તરફ અદાણી ગ્રૂપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે આ જૂથને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે માર્કેટ રેગ્યુલેટર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને અદાણી-હિંડનબર્ગ કેસમાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું હતું. કોર્ટે આદેશ આપ્યો છે કે, તપાસ પૂર્ણ કરીને બે મહિનામાં રિપોર્ટ રજૂ કરવામાં આવે. આપને જણાવી દઈએ કે સેબી પહેલાથી જ હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી જૂથ સામેના આરોપોની તપાસ કરી રહી છે. પરંતુ હવે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે નિયમનકારી સંસ્થાએ કેસના વિવિધ પાસાઓની તપાસ કરવી જોઈએ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp