નવી દિલ્હી : દિગ્ગજ અભિનેત્રી જયા પ્રદાને ચેન્નાઇની એક કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. સાથે જ તેના પર 5 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. જયાપ્રદા અને તેના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ એક સિનેમાહોલના કર્મચારીઓએ અરજી દાખલ કરી હતી. આ મામલે અભિનેત્રી સાથે રામ કુમાર અને રાજા બાબુ દોષીત સાબિત થયા હતા. બંન્ને તેના બિઝનેસ પાર્ટનર છે. સિનેમાહોલને રામકુમાર અને રાજા બાબુ ચલાવતા હતા. આ વિવાદ ત્યારે થયો જ્યારે સિનેમાહોલ કર્મચારીઓના ઇએસઆઇની ચુકવણી કરવામાં આવી નહોતી અને ત્યાર બાદ તેઓએ કાયદાકીય રસ્તો અપનાવ્યો હતો.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો
રિપોર્ટ અનુસાર જયા પ્રદા અને તેના બિઝનેસ પાર્ટનર ચેન્નાઇમાં એક સિનેમાહોલ ચલાવતા હતા. જો કે નુકસાન થયા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાં કામ કરનારા સ્ટાફ સભ્યોએ પોતાના પગારમાંથી કાપવામાં આવેલી ESI રકમ નહી ચુકવી શકવાના કારણે જયા પ્રદાની વિરુદ્ધ કેસ કર્યો ત્યાર બાદ શ્રમ સરકારી વીમા નિગમે જયા પ્રદા, રામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ કેસ કર્યો. ત્યાર બાદ શ્રમ સરકાર બીમા નિગમે જયા પ્રદા, રામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ ચેન્નાઇના એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો. હવે આ મામલે કોર્ટે સજા ફટકારી છે. કથિત રીતે જયા પ્રદાએ કર્મચારીઓની બાકી રકમ ચુકવવાનું વચન આપ્યું છે. તેમણે કોર્ટને આ મામલાને રદ્દ કરવાની અપીલ કરી પરંતુ કોર્ટે તેની અપીલ ઠુકરાવી દીધી હતી.
જયા પ્રદા અંગે ખાસ વાત
જયા પ્રદા 70 અને 80 ના દશકની લોકપ્રિય અભિનેત્રી હતી. હિંદી સિનેમા જગતમાં આવતા પહેલા તેણે અનેક તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું. પોતાના સમયમાં તે સૌથી સુંદર અભિનેત્રીઓ પૈકીની એક હતી. જીતેન્દ્રની સાથે તેની જોડી લોકોએ ખુબ જ પસંદ કરી હતી. જયા પ્રદાની મુખ્ય ફિલ્મોમાં તોહફા, સંજોગ, કામચોર, શરાબી, આખરી રાસ્તા, થાનેદાર, આજ કા અર્જુન અને મા સહિત અનેક ફિલ્મો છે.
ADVERTISEMENT