નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટના ભાષણ દરમિયાન દરમિયાન દેશની જનતાને સસ્તી કિંમતે ઘર ઉપલબ્ધ કરાવવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, પીએમ આવાસ યોજનામાં બજેટની ફાળવણી પહેલાની તુલનામાં 66 ટકા વધારી દેવામાં આવી છે. જે બાદ હવે આ બજેટ વધીને 79,000 કરોડ રૂપિયાથી વધારે કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગત બજેટમાં રૂ.48000 કરોડની ફાળવણી થઈ હતી
નોંધનીય છે કે, વર્ષ 2022-23માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્ય દેશના તમામ લોકોને પોતાનું ઘર મળી રહે તે માટેનો છે. આ યોજનામાં સરકાર એવા લોકોને ઘર બનાવવા માટે પૈસા આપે છે, જેમની પાસે પાકું ઘર નથી હોતું.
ગરીબોને આશરો મળે તેવો હેતુ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક નાણાકીય વર્ષમાં અલગ-અલગ ટાર્ગેટ ભારત સરકાર અને રાજ્ય સરકારને ફાળવાય છે. પાત્રતાની વાત કરીએ તો આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મકાનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં આ લોકોને ઘર આપવામાં આવે છે. જેમની પાસે પાકું મકાન ન હોય. આવાસ યોજના અંતર્ગત લિસ્ટ તૈયાર કરતા સમયે આ ચેક કરાય છે કે લાભાર્થી પાસે કોઈ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર વાહન છે કે નહીં. આ સાથે અન્ય કેટલાક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
આ લોકો યોજનાનો લાભ નહીં લઈ શકે
આ ઉપરાંત જો કોઈની પાસે રૂ.50 હજાર કે તેનાથી વધારેનું કિસાન ક્રેડિટ કાર્ડ હોય તેમને પીએમ આવાસ યોજનાનો લાભ નથી મળતો. ઉપરાંત પરિવારમાં કોઈ સરકારી કર્મચારી હોય તો પણ પરિવાર આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતો. પરિવારમાં કોઈ વ્યક્તિ 10 હજાર રૂપિયા પ્રતિ માસ કમાય તો પણ યોજનાનો લાભ નહીં મળે. આવી જ રીતે કોઈ પરિવાર પાસે ફ્રીઝ, લેન્ડલાઈન કનેક્શન અથવા અઢી એકર કે તેથી વધુ ખેતીની જમીન હોય તો પણ યોજના માટે પાત્ર નથી.
ADVERTISEMENT