ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢની ભેસાણ અને વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. ત્યારે તેમણે આ વાત તદન અફવા છે જેને ધ્યાને લઈને પોતાના નિવાસ સ્થાને કાલે રાત્રે 8.30 કલાકે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને આમ જનતાને આ મીટિંગમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ભૂપત ભાયાણીની ભાજપમાં જોડાવાની ચર્ચા ઉઠી હતી
મીટીંગની શરૂઆત થતાં જ આમ જનતાનો રોસ જોવા મળ્યો હતો અને અમુક કાર્યકરોએ તો એવું પણ કીધું કે, તમે અમને પાકિસ્તાન ભેગા જવાનું કેસો તો આવશું પણ ભાજપમાં તો નહીં જ. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ખુલાસો આપ્યો કે, હું આમ આદમી પાર્ટીનો સૈનિક છું અને આમ આદમી પાર્ટીમાં જ રહીશ. હું ક્યારેય બીજેપીનો કેસરિયો ધારણ નહિ કરું અને જોડાઈશ પણ નહીં. જેવી ખાત્રી આપી.
ધારાસભ્યએ AAPમાં જ રહેવાની ખાતરી આપી
સાથે સાથે એ પણ કીધું કે, આવનાર 15 દિવસમાં ભેસાણ, વિસાવદર અને બીલખા ખાતે પોતાના કાર્યાલયનું પણ ઓપનિંગ કરશે. જેથી તમામ અરજદારોના કામ જડપથી થશે તેવી ખાત્રી આપી હતી અને એવું પણ કીધું કે કાલે સવારેથી એમને દિલ્લીના સી.એમ.અરવિંદ કેજરવાલે બોલાવ્યા છે તો કાલે નીકળી જવાનું છું. જો મારે કેસરીયો ધારણ કરવો હોય તો હું પાછો ખાલી થોડો આવું માટે આ તમામ બાબત ખોટી છે. તેમાં કોઈએ આવવું નહીં હું બીજેપીમાં આજે પણ નહીં જોડાવ અને કાલે પણ નહિ તેવી ખાત્રી આપી હતી.
ADVERTISEMENT