ભૂપત ભાયાણીએ AAP છોડી પક્ષપલટાની ચર્ચા પર ચુપ્પી તોડી, કહ્યું- ભાજપના…

વિસાવદરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ છે. ત્યારે રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો હતો. આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણી BJPમાં જોડાઈ…

gujarattak
follow google news

વિસાવદરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ છે. ત્યારે રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો હતો. આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણી BJPમાં જોડાઈ શકે એવી અટકળો વહેતી થઈ હતી. જોકે ભૂપત ભાયાણીએ આ અટકળો અંગે મોટુ નિવેદન આપ્યું છે. ચલો રાજકારણના ચર્ચિત મુદ્દા પર તેમણે શું કહ્યું એના પર નજર કરીએ…

ભૂપત ભાયાણીએ કર્યો ઘટસ્ફોટ…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે એવી અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં તેઓ 2 વાગ્યે કેસરિયો કરશે એમ પણ કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે આ અટકળો પર ભૂપત ભાયાણીએ ચૂપ્પી તોડી દીધી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અત્યારે હું ભાજપના કોઈપણ આગેવાન કે નેતાના સંપર્કમાં નથી. હું અત્યારે તો ભાજપમાં જોડાવવા જઈ રહ્યો નથી.

જનતા માટે યોગ્ય હશે એ નિર્ણય કરીશ
ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવવાની વાત નકારી કાઢતા કહ્યું કે હું કાર્યકર્તા, આગેવાનો અને જનતાને મળીને આ મુદ્દે વિચારીશ. આમ આદમી પાર્ટી કે ભાજપના અન્ય લોકો હોય કોઈને પણ હું મળ્યો નથી. કોઈ સાથે મારો સંપર્ક થયો નથી. હું જનતાની વાત માનીશ અને જનતા માટે જે યોગ્ય નિર્ણય હશે તે લઈશ. સ્થાનિકોના હિતમાં જ નિર્ણય લઈશ. મારી કોઈપણ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા વિચારણા થઈ નથી. હું ગોપાલ ઈટાલિયાને ટૂંક સમયમાં મળીશ.

વિસાવદરની જનતાને પૂછીને હું…
વિસાવદરના AAPના MLA ભૂપત ભાયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપમાં જોડાવાની વાત અફવા છે. હું અંગત કામથી ગાંધીનગર આવ્યો હતો. રહી વાત પક્ષપલટાની તો વિસાવદરની જનતાને પૂછીને જ આ મુદ્દે નિર્ણય લઈશ. ભૂપત ભાયાણી વધુમાં કહ્યું છે કે મારી જીત પછી PM મોદી અને પાટીલે મને શુભેચ્છા પાઠવી હતી.

ભૂપત ભાયાણીએ કહ્યું કે ભાજપમાં જોડાવવાનો મેં હજુ કોઈ નિર્ણય લીધો નથી. તેમને આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીનાં નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.

    follow whatsapp