અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ચૂંટણી તૈયારીઓને આખરી ઓપ આપવા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે શુક્રવારથી ત્રણ દિવસીય રાજ્યના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ 6 જનસભા સંબોધવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 28મીએ મોડવા હડફ અને કાંકરેજમાં જનસભા સંબોધ્યા પછી તેઓ 29મીએ ડેડિયાપાડા તથા ચીખલીમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પર અવલોકન કરશે. ઉલ્લેખનીય છેકે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ દરેક સભામાં સાથે રહેશે. ઈસુદાન ગઢવીએ પણ બીજી બાજુ આપનનો પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે.
ADVERTISEMENT
ગુજરાત પ્રવાસ પહેલા કેજરીવાલનું નિવેદન રહ્યું હતું ચર્ચિત
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો. આપણે સુખ સમૃદ્ધિ માટે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીએ છીએ. તો પછી આપણે ચલણી નોટો પર પણ એમની તસવીર હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીજીનો ફોટો તો રૂપિયાની ચલણી નોટ પર રાખવો જ જોઈએ પરંતુ એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનનો ફોટો પણ હોવો જોઈએ.
અર્થવ્યવસ્થા સુધારવા ગણેશજી-લક્ષ્મીમાતાના આશીર્વાદની જરૂર- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે આપણે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ હોવા જોઈએ. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે. આનાથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે. તેથી જ ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની તસવીર પણ રૂપિયાની ચલણી નોટો પર હોવી જોઈએ. હું આ અંગે કેન્દ્ર સરકારને અપિલ કરીશ.
કેજરીવાલ અને અશોક ગહેલોત એક જ તારીખોમાં ગુજરાતમાં
સૌથી પહેલા મુલાકાતી પર નજર કરીએ તો, આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ આગામી 28, 29 અને 30 ઓક્ટોબરે વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ ગુજરાતના પ્રવાસે છે એટલે કે એક જ દિવસોમાં તેઓ સામ સામે જાણે હોય તેવું જોવા મળશે.
ADVERTISEMENT