હીરા બા ની પ્રાર્થના સભામાં પહોંચ્યા ભારતી બાપુ કહ્યું, આ શોક સભા નહીં શ્લોક સભા

વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. માં સાંસદો, ધારાસભ્યો તથા સંતો-મંહતો પહોંચ્યા. આજે હિરાબાની સ્મૃતિમાં તેમના વડનગર ખાતેના નિવાસ્થાને એક…

gujarattak
follow google news

વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. માં સાંસદો, ધારાસભ્યો તથા સંતો-મંહતો પહોંચ્યા. આજે હિરાબાની સ્મૃતિમાં તેમના વડનગર ખાતેના નિવાસ્થાને એક પ્રાર્થનાસભાનું આયોજન કરાયુ છે.  જેમાં સંજય જોષી, નરોડાના પુર્વ ધારસભ્ય માયાબેન કોડનાની, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ પહોંચ્યા હતા. ભારતી બાપુએ કહ્યું કે,  આ શોક સભા નહીં પરંતુ શ્લોક સભા છે.

ભારતી બાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ   
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને શ્રદ્ધાંજલિ પાઠવવા અનેક લોકો પહોંચ્યા છે ત્યારે ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ પહોંચ્યા હતા તેમણે  હીરા બા ને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, આ શોક સભા નહીં પરંતુ શ્લોક સભા છે :

સંજય જોશીએ પાઠવી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા નું અવસાન થયું છે. ત્યારે આજે પ્રાર્થના સભ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંજય જોશી પહોંચ્યા હતા. તેમણે હીરા બા ને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે,  હીરાબા ના સંસ્કારો નરેન્દ્રભાઈ મોદીમાં છે.  નરેન્દ્રભાઈ મોદીમાં હીરાબાના સંસ્કારોનું સિંચન થયું છે. હીરાબાને ભગવાન તેમના ચરણો માં સ્થાન આપે તેવી ભગવાનને પ્રાર્થના.

પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાનીએ  શ્રદ્ધાંજલિ કરી અર્પણ
નરોડાના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાનીએ હીરાબાની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી જણાવ્યું હતુ કે હીરાબાનું જીવન સદાય ભર્યુ હતું. આથી જ તમામ વિધિઓ પણ સાચી રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈ CM હતા ત્યારે ઘણી વખત તેમની માતા વિશે વાત કરતાં હતા. એકવાર હીરાબાને મળવાનું થયું હતું.

    follow whatsapp