લલીત કગથરાના ભાજપ પર ચાબખા કહ્યું, મોરબી દુર્ઘટનાના કારણે BJP ને મોટો ફટકો પડશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં મોરબી દુર્ઘટનાથી રાજકીય ગતિવિધિઑ પર બ્રેક લાગી હતી. ગુજરાતમાં ચૂંટણીનો…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં મોરબી દુર્ઘટનાથી રાજકીય ગતિવિધિઑ પર બ્રેક લાગી હતી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે આ માહોલ વચ્ચે મોરબીની ઘટના સતત ચર્ચામાં છે. ત્યારે મોરબીની ઘટનાને લઈ મોરબીના ટંકારા વિધાનસભાના ધારાસભ્ય લલીત કાગથરાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,  એક સામાન્ય ઝૂલતો પૂલ નથી બનાવી શકતી કે પૂલની જાળવણી નથી કરી શકતી તે દેશને બુલેટ ટ્રેનની સુવિધા શું આપવાની છે?

પૂલની જાળવણી નથી કરી શકતી તે દેશને બુલેટ ટ્રેનની સુવિધા શું આપવાની
ધારાસભ્ય લલીત વસોયાએ કહ્યું હતું કે, મોરબીની દૂર્ઘટના એ માનવ સર્જિત ઘટના છે. તેમાં કોઈ કુદરતી પ્રકોપ નથી. માણસોએ બનાવેલ મિકેનીઝમ એટલે કે મશીનની તકનિકી ખામીના કારણે આ દુર્ઘટના ઘટી છે અને લોકોએ તેના જીવ ગુમાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દેશમાં એક તરફ બુલેટ ટ્રેન લાવવાની અને સંરક્ષણના સાધનો દેશમાં જ બનાવવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ કે એક સામાન્ય ઝૂલતો પૂલ નથી બનાવી શકતી કે પૂલની જાળવણી નથી કરી શકતી તે દેશને બુલેટ ટ્રેનની સુવિધા શું આપવાની છે?

ભાજપને મોટો ફટકો પડશે 
મોરબીમાં ઘટેલ દુર્ઘટનાના કારણે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ મોટો ફટકો પડવાનો છે. પૂલ પડવાની દુર્ઘટનાથી ભાજપના વહીવટ તંત્ર વિશે જનતાને જાણ થઈ છે અને લોકોને ખબર પડી છે કે ભાજપ વહીવટ કરી શકે તેમ નથી. આથી ચોક્કસ પણે લોકો ભાજપને મત આપવામાં વિચાર કરશે અને ભાજપની પોકળ વાતોથી કંટાળેલી પ્રજા હવે ભાજપનો ભરોસો કરશે નહિ

    follow whatsapp