નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ કરવામાં આવી રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી છે અને સંભવિત મંદી તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વની નજર મોદી સરકારના બજેટ પર ટકેલી છે. બીજી તરફ સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં વિકાસ દર 6-6.8% રહેવાની ધારણા છે. કેન્દ્રીય નાણામંત્રીના ભાષણ દરમિયાન ભારત જોડોના નારા પણ લાગ્યા હતા.
ADVERTISEMENT
અમૃતકાલનું પહેલું બજેટ
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે તેમણે કહ્યું કે અમૃત કાલનું આ પહેલું બજેટ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ છેલ્લા બજેટ દરમિયાન નાખવામાં આવેલા પાયાને મજબૂત બનાવવામાં મદદ કરશે. અમારી પાસે સમાવેશી અને સમૃદ્ધ ભારતનું વિઝન છે, જેમાં વિકાસના ફળ સમાજના તમામ વર્ગો સુધી પહોંચે છે.
ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા
નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે 2014 થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે. આ 9 વર્ષોમાં, ભારતીય અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે વિકસ્યું છે.
ભારત જોડોના નારા લાગ્યા
કેન્દ્રીય નાણા મંત્રી સીતારમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા એક ચમકતો સિતારો છે. દેશની અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે. વિશ્વમાં મંદી પછી પણ ભારતનો વિકાસ દર 7 ટકા છે. કેન્દ્રીય નાણામંત્રીના ભાષણ દરમિયાન ભારત જોડોના નારા પણ લાગ્યા હતા. જોકે, આ દરમિયાન નાણામંત્રીએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
ADVERTISEMENT