ભારત બાયોટેકની Nasal વેક્સિનને સરકારની મંજૂરી, હવે નાકમાં બે ટીપાં અને કોરોનાનો ખાત્મો થશે!

નવી દિલ્હી: ચીન, જાપાન અને અમેરિકામાં ફરીથી વધી રહેલા કોરોનાના કેસના કારણે ભારતમાં પણ ચિંતા વધી છે. જેને લઈને સરકારે ફરી એકવાર લોકોને કોરોના વેક્સિનના…

gujarattak
follow google news

નવી દિલ્હી: ચીન, જાપાન અને અમેરિકામાં ફરીથી વધી રહેલા કોરોનાના કેસના કારણે ભારતમાં પણ ચિંતા વધી છે. જેને લઈને સરકારે ફરી એકવાર લોકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ તાત્કાલિક લેવાની અપીલ કરી છે. આ વચ્ચે એક સારી ખબર સામે આવી રહી છે. દેશમાં નાકથી લેવાતી કોવિડ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું કે, એક્સપર્ટ કમિટીએ આ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

Cowin App પર સામેલ થશે વેક્સિન
જાણકારી મુજબ, આજથી જ Cowin એપ પર ભારત બાયોટેકની આ નેઝલ વેક્સિનને સામેલ કરી દેવામાં આવશે. જોકે હજુ તે પ્રાઈવેટ હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ થશે. માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ સરકાર તેને સરકારી હોસ્પિટલથી લઈને માર્કેટમાં પણ ઉપલબ્ધ કરાવી શકે છે. આ વેક્સિનને મંજૂરી મળતા જ હવે કોઈને વેક્સિન માટે ઈન્જેક્શન લેવાની જરૂર નહીં પડે, નાકમાં બે ડ્રોપવાળી આ વેક્સિન પણ લઈ શકે છે.

ભારત બાયોટેકે વિકસાવી છે ઈનકોવૈક વેક્સિન
ઉલ્લેખનીય છે કે, પાછલા મહિને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે નાકથી અપાતી વેક્સિન ઈનકોવૈકને લઈને કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો હતો. નવેમ્બરમાં ભારત બાયોટેકે કેન્દ્ર સરકારને નાકથી અપાતી પોતાની કોરોના વિરોધી રસી ઈનકોવૈક (iNCOVACC)ને કોવિન પોર્ટલમાં સામેલ કરવાનો અનુરોધ કર્યો હતો, જેથે તેને લેનારા લોકોને વેક્સિનેશનનું સર્ટિફિકેટ મળી શકે.

    follow whatsapp