નવી દિલ્હી: કોરોનાના વધતા મામલા વચ્ચે એક સારી ખબર આવી રહી છે. જેમાં હવે ઈન્જેક્શન દ્વારા નાકથી અપાતી વેક્સિનને મંજૂરી અપાઈ ગઈ છે. જોકે અત્યાર સુધીમાં આ વેક્સિન અપાઈ રહી નથી. હવે તેને કોવિન પોર્ટલ પર લિસ્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. જે બાદ iNNOVACC હવે CoWin પર ઉપલબ્ધ છે. જેની કિંમત પ્રાઈવેટ માર્કેટમાં 800 રૂપિયા નક્કી કરાઈ છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં આ 325 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જાણકારી મુજબ, નેઝલ વેક્સિનેશન જાન્યુઆરીના ચોથા સપ્તાહથી શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ‘આ તો માત્ર શરૂઆત છે…’, વૈજ્ઞાનિકનો દાવો- કોરોનાની નવી લહેર હજુ દુનિયાભરમાં તબાહી મચાવશે
બૂસ્ટર ડોઝ તરીકે અપાશે નેઝલ વેક્સિન
જાણકારી મુજબ, રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા મોટી જથ્થામાં ખરીદી માટે iNCOVACCની કિંમત 325 રૂપિયા પ્રતિ ડોઝ હશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી છે. આ વેક્સિનનું નામ iNCOVACC છે. કોવિન પ્લેટફોર્મ પર હવે આ વેક્સિન પણ ઉપલબ્ધ થશે. આ વેક્સિન 18 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. નાકથી અપાતી આ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે અપાશે.
18+ને અપાશે આ વેક્સિન
વર્તમાનમાં ભારત બાયોટેકની કોવેક્સિન, સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને કોવોવેક્સ, રશિયન સ્પુતિનિક વી અને બાયોલોજિકલ લિમિટેડની કોર્બેવૈક્સ વેક્સિન કોવિન પોર્ટલ પર લિસ્ટેડ છે. ભારત બાયોટેકે પાછલા 6 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે દુનિયાની પહેલા ઈન્ટ્રાનેઝલ કોવિડ-19 વેક્સિનને ડીસીજીઆઈ તરફથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT