તલાલાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે ભગવંત માન રોડ શો દ્વારા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તલાલા ખાતેના રોડ શોમાં ભગવંત માને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ તો અત્યારે કોમામાં જતી રહી છે. જ્યારે ભાજપે તો લોકોના બાળપણ અને જવાની ઝૂંટવી લીધા છે. અત્યારે ઝાડૂથી પરિવર્તનનો યુગ લાવવાનો છે.
ADVERTISEMENT
અચ્છે દિનનું નથી ખબર પણ સાચ્ચા દિવસો આવશે- ભગવંત માન
તલાલા ખાતે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભગવંત માને કહ્યું કે અચ્છે દિન ક્યારે આવશે એની મને જાણ નથી પરંતુ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કેજરીવાલના સાચ્ચા દિવસો અવશ્ય આવશે એમ લાગી રહ્યું છે. ભાજપ પર પણ ભગવંત માને આકરા પ્રહારો કર્યા હતા.
ખાડામાં રસ્તાઓ છે, ભાજપ જવાની/બાળપણ ખાઈ ગયું- ભગવંત માન
ભગવંત માને કહ્યું કે અત્યારે રોડ રસ્તાની હાલત ઘણી ખરાબ છે. એમ લાગી રહ્યું છે કે રસ્તા પર ખાડા નહીં પરંતુ ખાડામાં રસ્તા બનાવાયા છે. આ બધુ ભાજપ ખાઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ કોલેજ અને સ્કૂલો પણ ખાઈ ગયું છે. આપણી જનતાનું બાળપણ અને જવાની પણ ભાજપ ખાઈ ગયું છે. હવે આ ઝાડૂથી પરિવર્તન લાવવા માટે અમારી પાર્ટી સજ્જ છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહારો..
રોડ શોમાં ભગવંત માને કહ્યું કે કોંગ્રેસ અત્યારે કોમામાં જતી રહી છે. એની સ્થિતિ અત્યારે એવા દર્દી જેવી છે કે ડોકટર પણ હાથ ઉંચા કરી દે અને કહે કે હવે આમની સેવા જ કરો. કઈ થઈ શકે એમ નથી. ત્યારપછી તેમણે કહ્યું કે જ્યારે જનતા અમારી પાર્ટીને વોટ આપશે અને મશીનમાંથી જે અવાજ આવશે તે ભાજપ અને કોંગ્રેસની ચીસો હશે.
ADVERTISEMENT