દાહોદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે બીજા તબક્કાના મતદાન પહેલા આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારને અંતિમ ઓપ આપી દીધો છે. નોંધનીય છે કે દાહોદ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું છે કે 8મી તારીખે ફટાકડાઓ જરૂર ફૂટશે પરંતુ પેપરો ક્યારેય નહીં ફૂટે. ઉલ્લેખનીય છે કે દાહોદમાં જંગી રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીતનો હુંકાર કર્યો હતો.
ADVERTISEMENT
ભગવંત માને કર્યો ભાજપ પર કટાક્ષ…
દાહોદ ખાતે રોડ શો દરમિયાન ભગવંત માને કહ્યું કે 8 ડિસેમ્બરની વાત કરીએ તો ત્યારે ગુજરાતમાં ફટાકડા અવશ્ય ફૂટશે પરંતુ ક્યારેય આ સમયગાળાથી લઈને ભવિષ્યમાં અમે પેપર ફૂટવા નહીં દઈએ. નોંધનીય છે કે આ ચૂંટણીમાં ગરીબી, બેરોજગારી અને શિક્ષણ સહિતના મુદ્દે આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહારો કરતી જોવા મળી છે. ત્યારે આ રોડ શોમાં ભગવંત માનના કટાક્ષથી રાજકારણ ગરમાયું હતું.
આમ આદમી પાર્ટીના રોડ શોમાં જનમેદની ઉમટી…
અત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી રોડ શો કરી રહી છે. ત્યારે અહીં જનમેદની ઉમેટી રહી છે. અહીં સ્ટાર પ્રચારક તરીકે ભગવંત માનના સંબોધનો અને નિવેદનો પણ ઘણા ચર્ચિત રહે છે. તેમણે આની સાથે વીજળીના બિલ 0 આવ્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે પંજાબમાં વીજળીના બિલ 0 આવ્યા છે એવું કહીને જનતાને અહીં ગુજરાતમાં પણ આવી વ્યવસ્થા થશે એની ખાતરી આપી હતી.
ADVERTISEMENT