અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તોડજોડણી રાજનીતિ શરૂ થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે. ગઈ કાલે મોહન રાઠવા કોંગ્રેસનો હાથ છોડી ભાજપ માં જોડાયા હતા ત્યારે હવે આજે તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.
ADVERTISEMENT
જાણો કોણ છે ભગવાન બારડ
ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આજે તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ નિમબેન આચાર્યને સોંપી દીધું છે. ભગવાન બારડ 2017માં કોંગ્રેસ તરફથી તાલાળા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 31730 મતોથી વિજેતા થયાં હતા.
કોંગ્રેસને 5 વર્ષમાં 19 ફટકા પડ્યા
ADVERTISEMENT