સુરેન્દ્રનગરઃ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢાની ત્રિપુટી ગુજરાતમાં AAPના ચૂંટણી પ્રચારને જોરશોરથી કરી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં ભગવંત માને ભાજપ અને કોંગ્રેસ પર સણસણતા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં AAPની સરકાર બને છે ત્યાં ભાજપ અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. વળી કોંગ્રેસે અત્યારે પોતાના ધારાસભ્યો ‘સેલ’માં મૂકી દીધા હોય એમ લાગે છે. ભાજપ મન ફાવે ત્યારે ખરીદી લે છે. ચલો ભગવંત માને કરેલા શિક્ષણ જગત સહિતના વિવિધ પ્રશ્નો પર સરકાર પર પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસે MLA સેલ પર રાખ્યા છે- ભગવંત માન
ગુજરાતમાં જન સંબોધન દરમિયાન ભગવંત માને આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસે પોતાના MLA સેલ પર રાખ્યા છે. જેને વેચી વેચીને તેઓ રૂપિયા કમાય છે. પહેલા કોંગ્રેસે દેશને વેચી દીધો અને ત્યારપછી હવે આવી રીતે ભાજપ સાથે સેટિંગ કરીને પ્રજાને મૂર્ખ બનાવે છે. ભગવંત માને ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ પાર્ટી રેલવે સ્ટેશનથી લઈ વિમાનો અને એરપોર્ટ સુદી વેચી નાખ્યા છે. અને મોટાભાગે જ બધુ વેચી નાખ્યું છે.
2 જનરેશન બદલાઈ ગઈ હવે સરકાર બદલો- ભગવંત માન
ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર જેટલી રહી છે તેટલામાં તો 2 જનરેશનો બદલાઈ ગઈ છે. હવે તો જેમ વૃક્ષો પણ પાનખરમાં પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલીને જનતાએ ચેન્જ લાવવો જોઈએ. આ દરમિયાન તેમણે આપની સરકાર બનશે એવી ચર્ચા કરી હતી.
જનતા એવો ઝાડુ ચલાવશે કે બંને પાર્ટીનો સફાયો થશે- ભગવંત માન
ઉલ્લેખનીય છે કે ભગવંત માને જણાવ્યું કે જ્યાં જ્યાં અમારી સરકાર બને છે ત્યાંથી ભાજપ અને કોંગ્રેસનો સફાયો થયો છે. જનતા એવું ઝાડુ ચલાવે છે કે બંને પાર્ટીઓનો આ સ્થળેથી સફાયો જ થઈ જાય છે.
ADVERTISEMENT