અન્ય રાજ્યમાં નિયમો તોડતા ચેતી જજો, એક દેશ એક ચલણ યોજનાથી મેમો સીધો ઘરે આવશે!

અમદાવાદઃ ગુજરાતના પ્રમુખ 4 શહેરોમાં હવે ટ્રાફિક નિયમોને લઈને કડક વલણ શરૂ થઈ જશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં એક ચલણ સિસ્ટમ લાગુ થઈ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતના પ્રમુખ 4 શહેરોમાં હવે ટ્રાફિક નિયમોને લઈને કડક વલણ શરૂ થઈ જશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં એક ચલણ સિસ્ટમ લાગુ થઈ શકે છે. કોઈપણ નાગરિક ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરશે તો તેનો મેમો સીધો તેના મોબાઈલ નંબર અને સરનામા પર પહોંચી જશે.આવી જ રીતે ગુજરાતનો નાગરિક અન્ય રાજ્યમાં પણ ટ્રાફિક નિયમો તોડશો તેનો મેમો પણ ગુજરાતના તેના સરનામા પર પહોંચી જશે. જાણો આ એક દેશ એક ચલણ વિશે વિગતવાર માહિતી.

ચલણ નહીં ભરો તો કોર્ટમાં થશે કેસ…
એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં પહેલા તબક્કામાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરમાં પ્રોજેકટ શરુ કરાશે. સીસીટીવી કેમેરા દ્રારા જ સીધો ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે. આની સાથે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરાશે. મેમો જનરેટ થયા બાદ 90 દિવસ સુધી જો દંડ નહી ભરે તો કેસ કોર્ટમા જશે જ્યા કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવુ પડશે.

ખાસ ઓનલાઈન સુવિધા ઉભી કરાઈ…
તમામ રાજ્યોમાં નિયમ લાગુ થયા બાદ જો અન્ય રાજ્યમાં નિયમ ભંગ થશે તો પણ મેમો ઘરે આવશે. કેંદ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા અત્યારે આ યોજના લાગુ કરવામાં આવી રહી છે. ચલણની રકમ વસૂલવાની જવાબદારી સ્થાનિક કચેરીની રહેશે. જોકે દંડ ભરવા માટે ઓનલાઈન સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

With Input: દુર્ગેશ મહેતા

મહિલાએ ભગવાનની પત્ની હોવાનો દાવો કર્યો, પુજારી પર પણ થૂંકી; જાણો પછી શું થયું…

બેંગ્લોરનાં એક મંદિરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આમાં, એક મંદિરનો કાર્યકર એક મહિલાને માર મારતો અને પછી તેને મંદિરની બહાર ઢસડતો જોઈ શકાય છે. મીડિયા અહેવાલો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 21 ડિસેમ્બરની છે.

તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર

ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.

    follow whatsapp