અંબાજીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. અત્યારે હવે વિવિધ સ્થળે 8 ડિસેમ્બરની મતગણતરી પહેલા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. નોંધનીય છે કે અત્યારે હજુ ચૂંટણીના રસાકસી ભર્યા ત્રિપાંખીયા જંગના પરિણામ બાકી છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલનો આ પ્રવાસ ઘણો ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી માતાજીના શરણે…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂરૂ થઈ ગયું છે. ત્યારે હવે 8 ડિસેમ્બરની મતગણતરી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા છે. તેમણે અહીં ભગવાનના દર્શન કર્યા પછી ભાજપની જીત થાય એવી પ્રાર્થના કરી હતી.
ખાસ પૂજા કરી ધ્વજા ચઢાવી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં માતાજીનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે વિધિવત પૂજા કર્યા પછી મંદિરમાં ધ્વજા ચઢાવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીનું ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા મુખ્યમંત્રીએ પૂજન અર્ચન કર્યું હતું.
With Input: શક્તિસિંહ રાજપૂત
ADVERTISEMENT