મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલની સિરામિક ફેક્ટરીમાં અજ્ઞાત લોકોએ હુમલો કરી દેતા ચર્ચાનો વિષય બન્યું છે. નોંધનીય છે કે ચૂંટણી પહેલાં મોરબીથી કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલની ફેક્ટરી પર આ પ્રમાણેની ઘટના બનતા રાજકારણ પણ ગરમાયું છે. જાણો સમગ્ર ઘટનાક્રમ…
ADVERTISEMENT
સિક્યોરિટી કેબિન પર પથ્થર મારો…
મોરબીથી કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલની સિરામિકની ફેક્ટરી પર અજ્ઞાત લોકોએ હુમલો કર્યો છે. તેમની ફેક્ટરીની સિક્યોરિટી કેબિન પર લોકોએ પથ્થરમારો કરતા ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં આ ઘટનાને અંજામ આપ્યા પછી અજાણ્યા શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે તપાસ શરૂ કરી…
કોંગ્રેસના ઉમેદાવાર જયંતી પટેલની ફેક્ટરી પર હુમલો થયાની જાણકારી પોલીસને આપી દેવામાં આવી છે. ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે. અત્યારે તેઓ પથ્થરમારો કરી ફરાર થયેલા શખસોની શોધખોળ પર લાગી ગઈ છે. જ્યારે આ હુમલા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
જયંતી પટેલે ફોર્મ ભર્યું…
મોરબી માળિયા બેઠક પરથી કોણ ચૂંટણી લડશે એ અંગે ઘણી ખેંચતાણ જોવા મળી હતી. પરંતુ છેવટે કોંગ્રેસે અહીંથી જયંતી પટેલને ટિકિટ આપી હતી. તેવામાં આજે જયંતીભાઈ પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.
With Input: રાજેશ આંબલિયા
ADVERTISEMENT