અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતની સત્તાનું સિંહાસન મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારની ચાર યાદી જાહેર કરી દીધી છે ત્યારે કોંગ્રેસ હવે ટૂંક સમયમાં ઉમેદવારનું પહેલું લિસ્ટ જાહેર કરવાની તૈયારીમાં છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકમાન્ડ સમક્ષ મુસ્લિમ ઉમેદવારને 10 ટિકિટ ફાળવવા અંગે માંગ કરી છે.
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ ઉમેદવાર પસંદગીને લઈ મથામણ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકમાન્ડ સમક્ષ મુસ્લિમ ઉમેદવારને 10 ટિકિટો આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં લઘુમતી સમાજની વસ્તીના આધારે 18 ટિકિટો મળવી જોઈએ. જો કે ભાજપ ની હિંદુ-મુસ્લિમની રાજનીતિના કારણે સમજી વિચારીને 10 બેઠકોની માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ 7 ટિકિટ આપી રહ્યા છે ત્યારે આ વખતે 10 ટિકિટની માંગણી કરી છે. ગુજરાતમાં 10 ટકા વસ્તી છે અને 182 બેઠક મુજબ 18 ટિકિટ આપવી જોઈએ પરંતુ 10 જેટલી ટિકિટની માંગ કરી છે. હિન્દુ સમાજને સુપ્રીત હોઇ અને તમામ ધર્મને આદર આપતહોય તેવા ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરી છે.
વસ્તીના આધારે કરી માંગ
કોંગ્રેસના જ દરીયાપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ હાઇકમાન્ડને દ્વિધામાં મૂકતી માંગણી કરી છે. AAP અને AIMIMની વધતી સક્રિયતા વચ્ચે ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ 10 મુસ્લિમ ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપે તેવી માંગણી કરી છે. દલિત, પાટીદાર, ઠાકોર, આદિવાસી સહિતના સમાજો વસ્તીના આધારે ટિકિટની માંગણી કરી રહ્યા છે ત્યારે લઘુમતી સમાજ માટે ગ્યાસુદ્દીન શેખે ટિકિટની માંગણી કરી છે.
આ બેઠકો પર મુસ્લિમનું વર્ચસ્વ
રાજ્યની વિધાનસભા બેઠકમાં હાલ ત્રણ મુસ્લિમ ધારાસભ્યો છે તે ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના છે. દરિયાપુર વિધાનસભા બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર-ખાડિયા પરથી ઇમરાન ખેડાવાળા અને વાંકાનેર વિધાનસભા બેઠક પરથી મોહમદ જાવેદ પીરઝાદા છે. 2017માં કોંગ્રેસે 7 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, ત્યારે આ વખતે 10 ઉમેદવારોની માંગણી થઈ રહી છે. જેમાં હાલના 3 ધારાસભ્યોની દરિયાપુર, જમાલપુર-ખાડીયા અને વાંકાનેર. આ સિવાય ગોધરા, વાગરા, વેજલપુર, ધોળકા, સુરત પૂર્વ, જામનગર પૂર્વ અને કચ્છની માંડવી અથવા અબડાસા બેઠકની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે AIMIM પર પ્રહાર કરતાં કહ્યું કે, AIMIM ગુજરાતમાં આવવાથી કોંગ્રેસને કોઈ જ ફરક નથી પડતો, તે ગુજરાતમાં ખતમ થઈ ગયું છે. તે અમિત શાહના રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે.
ADVERTISEMENT