વડાપ્રધાન મોદીના આગમન પહેલા પોલીસ તંત્ર એલર્ટ, જાણો શું લેવામાં આવ્યા પગલાં

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગાડતાં તેમણે હોસ્પિટલ ખાતે એડમિત કરવામાં આવ્યા છે. જેને પગલે વડાપ્રધાન અમદાવાદ આવી શકે છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર…

gujarattak
follow google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગાડતાં તેમણે હોસ્પિટલ ખાતે એડમિત કરવામાં આવ્યા છે. જેને પગલે વડાપ્રધાન અમદાવાદ આવી શકે છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મુલાકાતને પગલે પોલીસને એલર્ટ કરીને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવી છે. નરોડા, સરદારનગર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બંદોબસ્ત સોંપવામાં આવી છે. સાથે યુ એન મહેતા હોસ્પિટલમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  આ સાથે શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

નો ડ્રોન ફલાય ઝોન જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત બગાડતાં તેમને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. ત્યારે હીરા બા ના ખબેર અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે. આ દરમિયાન  અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3 વાગે અમદાવાદ પહોંચી શકે છે.

હોસ્પિટલ પર નેતાઓનો જમાવડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લાથડતા તેમણે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલ ખાતે રાજ્યભરના નેતાઓ અને અગ્રણીઓ પહોંચવા લાગ્યા છે.  કે કૈલાસનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય કોશિક જૈન પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાથે જ રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.

હીરાબા ની ઉમર 100 વર્ષથી વધુ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા ની ઉમર 100 વર્ષ થી વધુ છે. હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયાં હતાં. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. તેમના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

2016 માં બગડી હતી તબિયત 
2016માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા  હીરા બા ની તબીયત  બગડી હતી, તેમને તે સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં લઈ જઈ સામાન્ય વ્યક્તિની જેમ જ તેમને  સારવાર આપવામાં આવી હતી.

    follow whatsapp