આણંદઃ અમૂલ ડેરીના વાઈસ ચેરમેન પદની ચૂંટણીમાં રાજેન્દ્ર સિંહ પરમારનો વિજય થયો છે. ભારે રસાકસી બાદ તથા અમૂલ ડેરીના વાઈસ ચેરમેનની કોર્ટ પ્રક્રિયા પછી આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને 9 મત મળ્યા હતા જ્યારે ભાજપના રાજેશ પાઠકને 6 મત મળતા તેઓ હારી ગયા હતા. જેથી આ રસાકસીભરી ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ પરમારે 3 મતે બાજી મારી લીધી છે. નોંધનીય છે કે એકબાજુ વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય માટે અમૂલમાં ચૂંટાઈ આવવું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.
ADVERTISEMENT
રાજેન્દ્રસિંહ પરમારે જીતીની હેટ્રિક નોંધાવી
છેલ્લા 3 ટર્મથી વાઈસ ચેરમેન પદ પરથી રાજેન્દ્રસિંહ પરમાર વાઈસ ચેરમેન પદ પરથી ચૂંટાતા આવી રહ્યા છે. ત્યારે 2020માં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ પરથી તેઓ જીતતા આવ્યા છે. જોકે આ દરમિયાન સરકારી પ્રતિનિધી નિમાયા હોવાથી આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચી ગયા હતો. ત્યારપછી કોર્ટના ચુકાદા પછી પેન્ડિંગ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
મતગણતરી પેન્ડિંગ રખાઈ હતી
વાઈસ ચેરમેન પદ પર કોણ ચૂંટાશે એની જાહેરાત થાય તથા મતગણતરી પહેલા જ આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. જેના પરિણામે આ પ્રક્રિયાને પેન્ડિંગ રાખવામાં આવી હતી. જોકે ત્યારપછી લાંબી કાયદાકીય લડત પછી વાઈસ ચેરેમેન પદની જગ્યાએ મોટો નિર્ણય લેવાયો છે.
ચૂંટણી જીત્યા પછી રાજેન્દ્ર સિંહે કહ્યું…
મોટી કાયદાકીય લડત પછી રાજેન્દ્ર સિંહે આ ચુકાદાને ઐતિહાસિક જણાવ્યો છે. તેણે કહ્યું કે અમૂલના ઈતિહાસમાં આવુ પહેલીવાર થયું છે. આ અમને ગૌરવ અપાવે એવો ચુકાદો છે. જોકે આ વિવાદના કારણે અમૂલના વિકાસમાં વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે. જેને અમે સરભર કરવા માટે આગામી સમયમાં મોટા જંગી નિર્ણયો લઈશું.રાજેન્દ્ર સિંહ પરમારે વધુમાં જણાવ્યું કે અમૂલના ગેટની બહાર હું ભલે ધારસભ્ય રહ્યો પરંતુ અંદર પ્રવેશતાની સાથે જ સભાસદ હોવું છું. હાઈકોર્ટનો આદેશ લોકશાહીના હિતમાં જ છે અને હું પશુપાલકોને ધ્યાનમાં રાખીને આગળ સારા કાર્યો કરતો રહીશ. અમૂલના પડતર મોટાભાગના કામો પર અત્યારથી જ એક્શનમાં આવી જઈશું અને આગળ કાર્ય કરતા રહીશું.
With Input- હેતાલી શાહ મહેતા
ADVERTISEMENT