ખેડાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. ત્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે. આ દરમિયાન ખેડામાં યોગી આદિત્યનાથે જનસભા સંબોધિત કરી હતી. ત્યાં યોગી આદિત્યનાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને સુરક્ષા અને સમૃદ્ધિમાં અડચણરૂપ ગણાવી હતી. ચલો તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
યોગી આદિત્યનાથના બંને પાર્ટી પર પ્રહાર…
જનસબંધોનમાં યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, બંને સુરક્ષા અને સમૃદ્ધિ માટે બેરિયર સમાન છે. જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો ભાજપ આસ્થા અને સમૃદ્ધિની ગેરંટી આપે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવી ગેરંટી આપી શકે એમ જ નથી.
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી…
ઉત્તર પ્રદેશમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી મુદ્દે યોગી આદિત્યનાથે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં તો આવી અસામાજિક તત્વો સામે અમે કડક પગલા ભર્યા છે. તેમની સંપત્તિઓ જપ્ત કરી લીધી છે. તથા ત્યાં બુલડોઝર પણ કામ પર લગાડી દીધું છે.
With Input: હેતાલી શાહ
ADVERTISEMENT