મેદાન પર બબાલ ભારે પડી, કોહલી અને ગંભીરને BCCIએ કરી મોટી સજા, નવીન ઉલ હકને પણ ના છોડ્યો

LSG vs RCB: લખનૌના એકાના સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જે બન્યું તેની કોઈ ચાહકે અપેક્ષા નહોતી કરી. મેચ બાદ વિરાટ અને ગંભીર…

gujarattak
follow google news

LSG vs RCB: લખનૌના એકાના સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જે બન્યું તેની કોઈ ચાહકે અપેક્ષા નહોતી કરી. મેચ બાદ વિરાટ અને ગંભીર એકબીજા સાથે બાખડી પડ્યા હતા. આ બધાની વચ્ચે હવે BCCIએ બંને પર મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે 100 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. એટલે કે આ મેચ માટે બંનેને કોઈ ફી નહીં મળે. આ સિવાય લખનૌના બોલર નવીન ઉલ હકને પણ બક્ષવામાં આવ્યો નથી અને તેની મેચ ફીના 50 ટકા પણ કાપવામાં આવ્યા છે.

IPL મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘લખનૌ સુપર જાયન્ટ્સના કોચ ગૌતમ ગંભીરને કલમ 2.21 હેઠળ લેવલ-2 માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. RCBનો મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી પણ આ જ આરોપમાં દોષી સાબિત થયો છે.

https://twitter.com/aq30__/status/1653106638918922240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1653106638918922240%7Ctwgr%5E1157a53d43d1c9b97824320adb70571b31b9d322%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.thesportstak.com%2F

કોની કેટલી ફી કપાઈ?
વિરાટ કોહલી – 1.07 કરોડ (100 ટકા મેચ ફી)
ગૌતમ ગંભીર – 25 લાખ (100 ટકા મેચ ફી)
નવીન ઉલ હક – 1.79 લાખ (50 ટકા મેચ ફી)

ભારે દંડ લાદવામાં આવ્યો
મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ અમિત મિશ્રા, આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને લખનૌ સુપરજાયન્ટ્સના સહાયક કોચ વિજય દહિયાએ દરમિયાનગીરી કરવી પડી હતી. બાદમાં કોહલી લખનૌના કેપ્ટન અને તેના ખાસ મિત્ર કેએલ રાહુલ સાથે પણ વાત કરતો જોવા મળ્યો હતો. દરમિયાન, લખનૌના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકને પણ IPLની આચાર સંહિતાના ભંગ બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, કારણ કે તે મેચ પછી હેન્ડશેક દરમિયાન કોહલી સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. મેચમાં તેનો વિરાટ સાથે ઝઘડો પણ થયો હતો. નવીનને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.21 હેઠળ લેવલ 1ના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

https://twitter.com/koliesque/status/1653082409515257856

RCBએ લો સ્કોરિંગ રોમાંચક મેચ જીતી હતી
આ સીઝનમાં બંને ટીમે વચ્ચે રમાયેલી પાછલી મેચ છેલ્લા બોલ સુધી ચાલી હતી જ્યાં લખનૌ જીતી ગયું હતું. આ વખતે બેંગ્લોરનો વારો હતો કે તેણે લખનૌને તેના ઘરે 18 રને હરાવીને સ્કોરને સરખો કર્યો. આરસીબીએ ધીમી અને ટર્નિંગ પીચ પર 126 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં લખનૌની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ હતી.

    follow whatsapp