BCCI દ્વારા ન્યૂઝીલેન્ડ સામેની T20 અને વન ડે સિરીઝ માટે તથા ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 સીરિઝ અને વનડે  સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટી-20 સિરીઝમાં રોહિત…

gujarattak
follow google news

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 સીરિઝ અને વનડે  સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટી-20 સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પડતાં મૂકવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે ખેલવામાં આવનારા 4 ટેસ્ટ સીરીઝના પહેલી બે મેચ માટે પણ ટીમની પસંદગી કરાઈ છે. વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છે. જ્યારે T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડયા છે.

વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માને મળી તક
વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્મા ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો રિઝર્વ વિકેટ કીપર હશે. આ પહેલા સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયા બાદ તેને શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં પણ તક મળી હતી.

પૃથ્વી શૉને મળી તક 
લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી પર કામ કરી રહેલા ઓપનર પૃથ્વી શૉને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં માં તક મળી છે.

ન્યૂઝીલેન્ડ સામે T20 માટે ભારતીય ટીમ
હાર્દિક પંડયા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠ, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવ, પૃથ્વી શૉ અને મુકેશ કુમાર.

ભારત ન્યુઝીલેન્ડ T20 શ્રેણી શેડ્યૂલ
ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી ટી20  27-જાન્યુઆરી – રાંચી
ભારત વિ ન્યુઝીલેન્ડ, 2જી ટી20 29-જાન્યુઆરી – લખનૌ
ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી અને અંતિમ ટી20 01- ફેબ્રુઆરી  – અમદાવાદ

ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડયા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને ઉમરાન મલિક.

વનડે સીરિઝ માટે રોહિત શર્માને સુકાની સોંપવામાં આવ્યું છે. જ્યારે કેએસ ભરતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેએલરાહુલ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝમાં નહીં હોય.  તેની જગ્યાએ કેએસ ભરતને તક આપવામાં આવી છે.  જે વિકેટકીપર તરીકે ટીમમાં હશે. કેએલ રાહુલ લગભગ પોતાના લગ્નના કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાનો છે. આ ઉપરાંત શાહબાઝ અહમદને પણ પડતો મૂકવામાં આવ્યો છે.

 

ટેસ્ટ સીરિઝ માટે પ્રથમ 2 મેચ ભારતીય ટીમની જાહેરાત 

ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળશે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રથમ વખત સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.

ઈશાન કિશન અને કેએસ ભરતની વિકેટકીપર તરીકે પસંદગી થઈ છે, કેમકે ઋષભ પંત હાલ સારવાર હેઠળ છે. તો જસપ્રત બુમરાહને ટીમમાં સ્થાન નથી અપાયું, જ્યારે રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ અને જયદેવ ઉનડકટની પણ ટીમમાં પસંદગી થઈ છે.

 

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝની પહેલી બે મેચ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલ, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp