BBC IT Raid, દિલ્હી: BBCની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફીસ પર ઈન્કમટેક્સ વિભાગની આજે રેડ કરવામાં આવી હતી. જેમાં તમામ કર્મચારીઓના ફોન પણ જપ્ત કરી લેવાયા હતા. મંગળવારે સવારે ઈન્કમ ટેક્સના અધિકારીઓ આ ઓફીસ પર પહોંચી ગયા હતા. નોંધનીય છે કે હમણાં જ BBC દ્વારા 2002ના કોમી રમખાણો પર બનાવવામાં આવેલી ડોક્યૂમેન્ટ્રી પર કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જે પછી આ BBC પરની બીજી મોટી કાર્યવાહી છે.
ADVERTISEMENT
ITની રેડ પર BBCનું નિવેદન
દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગના સર્વે બાદ BBCએ કહ્યું કે, અમે પૂરો સહયોગ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આ સ્થિતિ જલ્દીથી જલ્દી સોલ્વ થઈ જશે.
BBC પર શું આરોપ છે?
BBC પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમો અંતર્ગત ગેરકાયદેસર, હસ્તાંતરણ મૂલ્ય નિર્ધારણ માપંદડોનું સતત અને જાણી જોઈને ઉલ્લંઘન કરવાનો અને જાણી જોઈને નફાની રકમને ડાયવર્ટ કરવાનો આરોપ છે. જેને લઈને લગભગ 20-22 સ્થળોએ આ સર્વે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ 15-20 સભ્યોની IT ટીમ BBC ઓફિસ પહોંચી અને સર્વે શરૂ કરી દીધો. ઓફિસમાં અંદર આવવા અને બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
કોંગ્રેસે કહ્યું- દેશમાં અઘોષિત ઈમર્જન્સી
ગુજરાતના રમખાણોને લઈને બીબીસી દ્વારા હાલમાં જ એક ડોક્યૂમેન્ટ્રી બનાવાઈ હતી. જોકે આ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યૂમેન્ટ્રીમાં ભારતના વડાપ્રધાનનું અપમાન થઈ રહ્યું છે તે ભાવનાને લઈને આખરે આ ડોક્યૂમેન્ટ્રીને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. બીબીસી માટે આ મોટો ફટકો હતો. જ્યારે આજે વધુ એક ફટકો બીબીસી પર પડ્યો છે. બીબીસીની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફીસ પર ઈન્કમટેક્સ વિભાગનો સર્વે ચાલી રહ્યો છે. આ મામલામાં કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું છે કે ભારતમાં હવે અઘોષિત ઈમર્જન્સી.
ADVERTISEMENT