જમાઈ જ બન્યો જમ: Surat માં નજીવી બાબતે બનેવીએ સાળાની કરી નાખી હત્યા

Surat Crime News: ગુજરાતની આર્થિક રાજધાની સુરત (Surat) હવે ક્રાઈમની રાજધાની બનવા તરફ જઈ રહી છે.

સુરતમાં જીજાજીએ ક્રુરતાની વટાવી હદ

સુરતમાં જીજાજીએ ક્રુરતાની વટાવી હદ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સુરતમાં બનેવીએ સાળાની કરી નાખી હત્યા

point

જમવાનું બનાવવા મામલે થયો હતો ઝઘડો

point

ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી શરૂ કરી તપાસ

Surat Crime News: ગુજરાતની આર્થિક રાજધાની સુરત (Surat) હવે ક્રાઈમની રાજધાની બનવા તરફ જઈ રહી છે. સુરત શહેરમાંથી વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતા એક બનેવીએ પોતાના જ સાળાની હત્યા કરી નાખી છે. હાલ ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જમવાનું બનાવવા મામલે થયો હતો ઝઘડો

 

સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતેના શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નંબર 4માં રહેતા પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાવ અને તેના સાળા પુરંજય ઉર્ફે રાજુ વિલાસ પાલ વચ્ચે રવિવારની મોડી રાત્રે જમવાનું બનાવવા માટે ઝઘડો થયો હતો. 

બનેવીએ સાળા પર કર્યો હુમલો 

 

જેમાં બનેવી પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાવે પોતાના સાળા પુરંજય ઉપર ગેસના ચૂલા વડે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પટ્ટા વડે તેને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.આ ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જે બાદ મૃતકના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. 

બંને મૂળ બિહારના રહેવાસી

 

આ મામલે સુરતના DCP ભગીરથ ગઢવીએ કહ્યું કે, સાળો અને બનેવી મૂળ બિહારના રહેવાસી છે અને ફર્નિચરના કામ સાથે સંકળાયેલા છે. જમવાનું બનાવવા મામલે ઝઘડો કરી પોતાના સાળા પુરંજયની હત્યા કરનાર બનેવી પ્રતાપની પોલીસે અટકાયત કરી છે.


રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત 

    follow whatsapp