દિગ્વિજય પાઠક/વડોદરા: તાજેતરમાં જ પ્રબોધ સ્વામી જૂથના સાધુ દ્વારા ભગવાન વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જે મામલે રાજ્યભરમાં ભારે વિરોધ થયો હતો. ત્યારે હવે પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામી પોતાના કાર્યક્રમને લઈને વડોદરામાં આવી રહ્યા છે. એવામાં તેમના આગમન પહેલા જ પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ભગવાન શિવજીનું અપમાન કરવા બદલ તેઓના વિરોધમાં વડોદરામાં બેનરો લગાવવામાં આવ્યા છે
ADVERTISEMENT
તાજેતરમાં પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ભગવાન શિવજી માટે અપમાનિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને તે માટે તેમની આકરી ટીકા પણ થઇ હતી. વડોદરા ખાતે પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના એરપોર્ટ રોડ ઉપર તેઓના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં તેઓને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ બેનર સનાતન સંત સમિતિ ગુજરાતના નામે લાગ્યા છે. મસમોટા બેનરો લગાવી આ બંને સ્વામી વડોદરામાં ન પ્રવેશે તેમ દર્શાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, વડોદરા શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તારમાં સ્વામીના બેનર લાગ્યા છે. પ્રબોધ સ્વામી જૂથ દ્વારા શિવજીના અપમાનના મામલે વડોદરા શહેરમાં વિરોધના બેનરો લાગ્યા છે. તેમજ પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં એરપોર્ટ રોડ, સંગમ વિસ્તારમાં બેનર લાગ્યા છે. સનાતન સંત સમિતિ, ગુજરાતના નામે બેનરો લાગ્યા છે. તેમજ વડોદરામાં શિવજીનું અપમાન કરનારાના પ્રવેશ સામે વિરોધ દર્શાવતા બેનર લાગતા લોકોમાં રોષ ફેલાયો છે. બેનરમાં લખ્યું છે કે, શિવજીના અપમાન કરનારને કોઈ માફી નહીં.
ADVERTISEMENT