રાજકોટ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ ઘણી જગ્યાએ રાજકીટ પાર્ટીઓનો વિરોધ થતો હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેરમાં ‘ભાજપના કાર્યકરો કે આગેવાનોએ અમારા વિસ્તારમાં મત માગવા આવવું નહીં’ તેવા પોસ્ટરો લાગ્યા છે. રબારી, ભરવાડ, ચારણ અને માલધારી સમાજ દ્વારા આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
માલધારી સમાજમાં કેમ સરકારથી નારાજ?
ભાયાવદર શહેરમાં ઠેર ઠેર માલધારી સમાજ દ્વારા લગાવાયેલા પોસ્ટરમાં લખ્યું છે કે, લાંબા સમયથી અમારી કોમને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવા સહિતની માગણી કરી રહ્યા હતા અને અમને તેમાં સંતોષકારક જવાબ તો મળ્યા જ નથી, નિરાકરણ નહીં નહીં. આથી અમે હવે ભાજપથી અંતર બનાવવાનું નક્કી કર્યું છે.
અગાઉ જૂનાગઢમાં પણ લાગ્યા હતા પોસ્ટર
નોંધનીય છે કે, આ પહેલા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શાપુરમાં પણ આ પ્રકારે ભાજપ વિરોધી બેનરો લાગ્યા હતા. આ અગાઉ પાણીધ્રા મુકામે થયેલા મહાસંમેલન બાદ પણ સરકારની આંખ નહી ઉઘડતા ચોરવાડના ભુવા આતાની આગેવાની હેઠળ માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૂંટણી પહેલા માલધારી મતદારોની નારાજગી ભાજપર સરકાર દૂર કરી શકશે કે નહીં.
ADVERTISEMENT