દિલ્હી: સુપ્રીમ કોર્ટે બાકી લોન મામલે વકીલનું નામ ખોટી રીતે ડિફોલ્ટર લિસ્ટમાં મૂકવા પર બેંકને રૂ.5 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કન્ઝ્યુમર ફોરમના આદેશને યથાવત રાખ્યો છે. બેંકની લોન ચૂકતે કરી દીધા બાદ પણ સાડા સાત વર્ષ સુધી સીબીલ રિપોર્ટના આધારે વકીલનું નામ ડિફોલ્ટરની યાદીમાં રાખી વસૂલીનો આદેશ અપાયો હતો.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે આ આદેશ આપતા કહ્યું કે, અમને આયોગના આદેશમાં કોઈ દખલ આપવાનું કારણ દેખાતું નથી.
આ પણ વાંચો: અદાણીની આ મોટી કંપની હતી ભારે ખોટમાં, હવે સ્ટોક બની ગયો રોકેટ
2002માં લીધેલી લોન 6 વર્ષમાં ચૂકવી દીધી હતી
અરજીકર્તા વકીલે 2002માં મારુતિ 800 કાર ખરીદવા માટે કેનેરા બેંક પાસેથી લોન લીધી હતી. 6 વર્ષ બાદ 2008માં તેણે લોન ચૂકવી દીધી. આ બાદ વકીલ 2010માં વિજયા બેંકમાંથી વધુ એક વ્હીકલ લોન લેવા ગયા. જ્યારે તેઓ બેંકમાં પહોંચ્યા તો તેમને જાણ કરવામાં આવી કે કન્ઝ્યુમર ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો લિમિટેડ (CIBIL)ની સૂચના રિપોર્ટ મુજબ તેમને કેનેરા બેંકે લોન ડિફોલ્ટરના રૂમમાં મૂક્યા છે. એવું લાગે છે કે ભલે રકમની ચૂકવણી થઈ ગઈ હોય, પરંતુ કેનેરા બેંકે CIBILને જાણ નથી કરી.
વકીલે રૂ.25 લાખનું વળતર માગ્યું હતું
જે બાદ સમગ્ર મામલે કેરળ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી હતી. આયોગમાં અરજીકર્તા વકીલે રૂ.25 લાખનું વળતર અને રૂપિયા 25000ની નુકસાની પેટે ખર્ચના માગ્યા હતા. જેના પર આયોગે રૂ.5 લાખ વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો. બેંકે ગ્રાહક આયોગના આ ચૂકાદાને પડકાર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે તેને યથાવત રાખ્યો છે અને વકીલના તરફેણમાં બેંકને વળતર આપવા આદેશ કર્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT