હેતાલી શાહ/નડિયાદ: નડિયામાં આવેલ bank of india માં ફરજ બજાવતા કર્મચારી પર હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નડિયાદના સમર્થ બ્રહ્મભટ્ટ નામના ઈસમે બેંક કર્મચારીને બેંકમાં જઈને માર માર્યો. જે સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભોગ બનનાર કર્મચારી અનુસૂચિત જાતિના હોય નડિયાદ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
બેંક કર્મચારીઓ મોર્ગેજ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ માગ્યા હતા
નડિયાદની bank of india માં નોકરી કરતા મનીષકુમાર ધનગઢ પોતાની બેન્કની નોકરીની ફરજના ભાગરૂપે આરોપી સમર્થ રાવજી બ્રહ્મભટ્ટ પાસે લોન મોર્ગેજ ડોક્યુમેન્ટ માટે મોર્ગેજ કરેલ મકાનની વીમા પોલિસી માગી હતી. જેને લઇને આરોપી પોતાની સાથે પોતાના મિત્રોને લઈને બેંકમાં પહોંચી બેંક કર્મચારી મનીષકુમારને ગરદા પાટુનો માર મારી, જાતિ વિષયક અપ શબ્દો બોલ્યા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, બેંક કર્મચારી પોતાનું કામ કરી રહ્યા હતા. દરમ્યાન એકાએક આ સમર્થ બ્રહ્મભટ્ટ બેંક કર્મચારી જ્યાં બેઠા છે, તે ટેબલ પર પહોંચે છે. અને કર્મચારીને માર મારવા લાગે છે. આ ઘટના જોતા બેંકના અન્ય કર્મચારીઓ પણ બંનેને છોડાવવા માટે પહોંચી જાય છે. અને મામલો થાળે પાડે છે. જોકે આ સમગ્ર ઘટના અંગે બેન્ક બેંક કર્મચારી મનીષકુમાર ધનગઢ એ નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT