ધનેશ પરમાર/ બનાસકાંઠા: રાજ્યમાં એકબાજુ દારૂ-ગુટખાનું દૂષણ વધી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા એક ગામમાં દારૂના વેચાણ કે પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે ગામમાં ગુટકા-તમાકુના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનું પાલન ન કરનારા વ્યક્તિનો દંડ કરવાનો ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરાયો છે. આ અંગેનો પત્ર ગ્રામ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂ અને ગુટાકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ દારૂનું વેચાણ કરતા પકડાય તો રૂ.51000નો અને લઈ જતા પકડાય તો રૂ.5100નો દંડ કરવામાં આવશે. જ્યારે ગુટકા વેચાતા કોઈ પકડાયો તો રૂ.11000નો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમોની અમલવારી 1લી માર્ચ 2023ના રોજથી થશે. આ દંડની રકમનો ઉપયોગ ગામની ગૌશાળામાં કરાશે.
આ પણ વાંચો: મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત, માસી-ભાણિયા સહિત 3નાં મોત
ગ્રામ પંચાયતે બનાવેલા નિયમો
(1) ગુટખા-તમાકુ જેવા કેફી દ્રવ્યોનુ વેચાણ કરવુ નહીં અને વેચાણ કરશો તો 11000 રૂપિયાનો દંડ ભરપાઇ કરવો પડશે.
(2) દારૂ બનાવવો કે વેચાણ કરવું નહીં અને વેચાણ કરતાં પકડાશો તો 51000 રૂપિયાનો દંડ ભરપાઇ કરવો પડશે. દારૂ લઇને જનાર વ્યક્તિ પકડાશે તો તેને પણ 5100 રૂપિયા દંડ ભરપાઇ કરાશે તથા પીધેલી હાલતમાં પકડાશે તો પોલીસ હવાલે કરવામાં આવશે અને તેનો જામીન ગામનો કોઈ વ્યક્તિ થશે નહી.
(3) ગ્રામ પંચાયતની જાહેર જગ્યાએ(દા.ત નકળંગ પ્રદીર કે દેવી દેવસ્થાન) મુંબો કે રસ વાપરવાની સદતંર મનાઇ છે. જો આનુ ઉલધન કરશે તો તેમને વ્યક્તિ દીઠ 5100 રૂપિયા દંડ ભરપાઇ કરવો પડશે.
(4) ડોડગામ નવયુગ વિધામંદિર શાળાના ચાલુ થવાના અને છુટ્યા સમયે શાળાની આસપાસ અન્ય કોઇ છોકરાઓએ વગર કામે ઉંભા રહેવુ નહીં કે કોઈ જગ્યાએ બેસવુ નહીં. અને આનું ઉલ્લંઘન કરનારને 1100 રૂપિયા દંડ ભરપાઇ કરવો પડશે.
(5) પંચાયતની માલિકીની જાહેર જગ્યાએ કોઇ પણ વ્યકિતએ કારણ વગર બેસવું નહી (દા.ત.ગ્રામ પંચાયતમાં સંત્રીના સમયે) ઉપરોક્ત આવેલ દંડની રકમનો ઉપયોગ ગૌશાળામાં વાપરવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT