સાબરકાંઠા: ભારત તેમાં પણ ગુજરાતમાં તમને ચા પ્રેમીએ ઘણા મળી જશે. શહેર હોય કે ગામ દરેક જગ્યાએ ચાની કીટલીઓ પર સવાર-સાંજ લોકો ચા પીવા જતા હોય છે. ચા સાથે જોડાયેલા બનાસકાંઠાના બે ભાઈઓએ ભારતમાં ડંકો વગાડ્યો છે. શાર્ક ટેન્કની બીજી સીઝનમાં ગુજરાતના બે યુવકોની શોધથી તમામ જજ ઈમ્પ્રેસ થઈ ગયા અને પૈસા આપવા માટે રાજી થઈ ગયા. ધવલ અને જયેશ નામના બંને ભાઈઓ શાર્ક ટેન્કમાં ચાના ગ્લાસ ધોવાનું મશીન લઈને પહોંચ્યા હતા. જે 20 વર્ષના ધવલે પોતાના ભાઈ જયેશની મદદથી બનાવ્યું હતું.
ADVERTISEMENT
20 વર્ષના ધવલે 5 વર્ષની મહેનતે મશીન તૈયાર કર્યું
ઑબનાસરાંઠાના ધાનેરા તાલુકાના ભાટિબ ગામના અને પાલનપુર પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષના ધલવ નાઈએ ચાર-પાંચ વર્ષની મહેનત બાદ સફળતા મેળવી છે અને ચાના ગ્લાસ ધોવાનું મશીન બનાવ્યું છે. આ મશીન 30 સેકન્ડમાં 12થી 15 જેટલા ગ્લાસ ધોઈ શકે છે. બંને ભાઈઓનું સપનું છે કે તેમનું આ મશીન દરેક કિટલી પર જાય અને લોકોને સ્વચ્છ ગ્લાસમાં ચા પીવા મળે.
કેવી રીતે આવ્યો મશીન બનાવવાનો વિચાર?
પોતાની શોધ વિશે ધવલે શાર્ક ટેન્કના જજોને જણાવ્યું કે, હું કોલેજમાં ચા પીવા ગયો ત્યારે જોયું કે જે ચાના કપને ધોવામાં આવે છે, તે જ પાણીમાં બકરી પણ પાણી પીતી હતી. મોટા ભાગે ચાની કીટલીઓ પર આ પ્રકારની સ્થિતિ હોય છે. એટલે અમે ચાના કપ ધોવા માટે મશીન બનાવ્યું છે. આ મશીનને તેમણે ‘મહાનતમ’ નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે બંને ભાઈઓએ બનાવેલા મશીન ‘મહાનતમ’ની રીલ જોઈને અનુપમ મિત્તલે તેમને પહેલાથી જ રૂ.1 લાખનું ફંડિંગ આપેલું હતું. આ પૈસાથી બંને ભાઈઓએ લેટેસ્ટ મોડલ બનાવ્યું છે.
માત્ર પાણીથી જ ગ્લાસની સફાઈ થાય છે
‘મહાનતમ’ મશીનની ખાસિયત છે કે તેમાં કોઈ પાઉડર કે લિક્વિટ નથી નાખવું પડતું. માત્ર પાણીના પ્રેશરથી જ બધું કામ થાય છે. જોકે જજોએ પૂછવા પર જયેશે જણાવ્યું કે, જો જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા મશીનમાં કરી શકાય છે. મશીનમાં સામાન્ય લાઈટના ખર્ચની અને જરૂર પડે તો બેટરીથી પણ ચલાવી શકાય છે.
તમામ શાર્ક્સે 30 લાખ રૂપિયાનું ફંડીંગ આપ્યું
જયેશ અને ધવલની હાલમાં કોઈ કંપની નથી, ફેક્ટરી પણ નથી. પરંતુ આઈડિયા જબરજસ્ત છે. તમામ શાર્ક તેનાથી ઈમ્પ્રેસ થયા.બંને ભાઈઓએ 10 ટકા ભાગેદારીમાં 30 લાખ રૂપિયા માગ્યા હતા અને કોઈપણ શાર્ક આ પૈસા આપવા માટે તૈયાર હતા. પરંતુ તમામ શાર્ક ડીલમાં સાથે આવ્યા અને 20 ટકા પાર્ટનરશીપ પર 30 લાખની ફંડિગ કરી નાખી.
ADVERTISEMENT