ધનેશ પરમાર/બનાસકાંઠા: કહેવાય છે કે કળિયુગમાં પોતાની ઓલાદ પણ માતાપિતાનું અહિત કરતા ખચકાતી નથી. ત્યારે ડીસામાં આવી જ એક ઘટનામાં રેલવેમાં કામ કરી, સેવા નિવૃત્ત થયેલ પિતાની નિવૃત્તિ બાદની ગ્રેજ્યુઈટીની 29 લાખ જેટલી રકમ દીકરો ચાઉં કરી ગયો. તબક્કાવાર રીતે પૈસા ઉડાવી ચાઉં કરતા ઘડપણમાં મા-બાપ લાચાર સ્થિતિમાં આવ્યા છે. જોકે એટલેથી ના અટકતાં આ કપાતર પુત્રએ મા-બાપને પણ ઘરમાંથી હાંકી કાઢતાં આખરે પીડિત વૃદ્ધ દંપતી ડીસા પોલીસની શરણે પહોચ્યું છે.
ADVERTISEMENT
રેલવેમાં ટ્રેકમેન તરીકે નોકરી કરી કાંતિભાઈ નિવૃત્ત થયા હતા
આ ઘટનાની વિગત જોઈએ તો ડીસામાં રહેતા કાંતિભાઈ નામના પીડિત રેલવેમાં ટ્રેકમેન તરીકે નોકરી કરતા હતા. કાંતિભાઈ એ જીવનભર રેલવેનાં પાટાઓમાં તડકો છાયડો સહન કરી, નોકરી રૂપે સેવા કરી હતી. જોકે ઘડપણ આવતા તેમને સંતોષ પણ હતો કે સેવા નિવૃત્ત થતા તેમને પેન્શન સાથે જીવનભરની મૂડી એવી ગ્રેજ્યુઇટીની રકમ મળશે અને પરિવાર સાથે બાકીની જીંદગી સુખ રૂપ નીકાળી શકશે. જોકે કાંતિભાઈ સેવા નિવૃત્ત થયા અને પોતાના મોટા દીકરા મહેશ પાસે રહેવા લાગ્યા હતા. મહેશ નાના-મોટા કામ અને જરૂરી સામાન સુગમતાથી લાવી શકે અને ઘડપણમાં તેઓને બેંકમાં કે અન્ય જગ્યાએ ખરીદી કરવા ન જવું પડે તે માટે કાંતિભાઈએ મહેશને પોતાનું બેંક એટીએમ કાર્ડ પણ આપ્યું હતું.
આ પણ વાંચો: અશ્વિન જેવી બોલિંગ એક્શન ધરાવતા બરોડાના સ્પિનરને ઓસ્ટ્રેલિયાએ રાતોરાત નેટપ્રેક્ટિસ માટે બોલાવ્યો
પિતાના ખાતામાં 30 લાખ જોઈ દીકરાની દાનત બગડી
જ્યારે બીજી તરફ રેલવે વિભાગ દ્વારા નિવૃત્તિના હકના પૈસા એવી ગ્રેજ્યુઇટીની રકમ તેમના ખાતામાં જમા કરાઈ હતી. જોકે પોતાના પિતાના ખાતામાં 29 લાખ 92 હજાર જેટલી માતબર રકમ જમા થયેલી જોઈ પુત્ર મહેશની આંખો પહોળી થઈ હતી. અને તે બાદ તેણે અપરાધ ભાવનાથી તબક્કાવાર પોતાના ખાતામાં UPIનો ઉપયોગ કરી, તેમનું ખાતું ખાલી કરી નાખ્યું હતું. નિવૃત્ત પિતાની જીવનભરની રકમ આ રીતે અપરાધી પુત્ર મહેશે પોતાના કબજે કરી હતી.
આ પણ વાંચો: CCTV: નડિયાદમાં Bank Of India બ્રાન્ચમાં લોન લેવા આવેલો ગ્રાહક કર્મચારી પર તૂટી પડ્યો, લાફા-પાટુ માર્યા
કેવી રીતે ફૂટ્યો દીકરાની ઉચાપતનો ભાંડો?
કાંતિભાઈને થોડાક સમય પહેલાં સામાજિક કામે પૈસાની જરૂર પડી, તો તેઓ રૂબરૂ બેંકમાં પહોંચ્યા. ત્યારે ખબર પડી કે ખાતામાં પૈસા નથી. ભોળા પિતાને લાગ્યું કે રેલવેની ગ્રેજ્યુઇટી બિલ બાકી હશે. જેથી તેઓ ઉઘરાણી કરવા રેલવેની અમદાવાદ કચેરીએ પહોચ્યા. જ્યાંથી જાણવા મળ્યું કે તેમના હકના 29.92 લાખ તો ક્યારના જમા થઈ ગયા. જેથી તેમના હોંશ ઉડી ગયા અને બેંક પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે પુત્ર મહેશે જ તેમને લાખોનો ચૂનો લગાવ્યો છે. જોકે ચોર કોટવાલને દંડે તેમ મહેશે માતા-પિતાને ઘરમાંથી ધમકાવી હાંકી કાઢતાં, આખરે નિસહાય મા-બાપે પોલીસ શરણ લઈ પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે હવે ડીસા DySP કૌશલ ઓઝાના મોનિટરીંગ નીચે મહેશને કાયદાની કડકાઈએ પાઠ ભણાવવા તેમજ નિવૃત્ત પિતાની પરસેવાની કમાણી પરત અપાવવા તપાસ હાથ ધરાઇ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT