Fans demanded to ban Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયા છે.ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયામાં જોડાઈ શકે છે. હવે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ ચાહકો (ફેન્સ) લાલઘુમ થઈ ગયા છે. તેઓ એટલા બધા ગુસ્સે થઈ ગયા છે કે તેઓ હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા
સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફેન્સ માંગ કરી રહ્યા છે કે IPL 2024 માટે હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ લગાવવામાં આવે (Fans demanded to ban Hardik Pandya). અહીં સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાતા ચાહકો કેમ ભડકી રહ્યા છે?, ચાલો તમને જણાવીએ કે આનું કારણ શું છે.
રવિન્દ્ર જાડેજા પર મૂકાયો હતો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, IPLના નિયમો કહે છે કે કોઈ પણ ખેલાડી કોઈ પણ ફ્રેન્ચાઈઝીને પોતાને ટીમમાં સામેલ કરવા માટે સામેથી કહી શકે નહીં. આવો જ એક કિસ્સો ત્યારે જોવા મળ્યો હતો, જ્યારે ભારતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ 2010માં રાજસ્થાન રોયલ્સની સાથે રિન્યૂઅલ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો નહતો અને તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સાથે કન્ટ્રાક્ટ પર વાતચીત કરી રહ્યા હતા, આ કારણે તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
‘BCCIને આ મામલે ફરિયાદ કરો’
રવિન્દ્ર જાડેજાનું જ ઉદાહરણ આપીને હાર્દિક પંડ્યા પર IPLમાંથી પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. ફેન્સનું કહેવું છે કે, જ્યારે જાડેજા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, તો હાર્દિક પંડ્યા પર કેમ નહીં. ફેન્સ ગુજરાત ટાઈટન્સને સલાહ આપી રહ્યા છે કે તે તમે બીસીસીઆઈને આ મામલે ફરિયાદ કરો અને હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ લગાવો. હવે જોવાનું એ રહે છે કે હાર્દિક પંડ્યા સામે ખરેખર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ.
ADVERTISEMENT