‘પદ્મશ્રી’ પુરસ્કાર પરત કરશે Bajrang Punia, પીએમ મોદીને પત્ર લખી કર્યું એલાન

Bajrang Punia Padma Shri Award : ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.…

gujarattak
follow google news

Bajrang Punia Padma Shri Award : ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. એવામાં હવે ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પીએમ મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માંગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની વાત પણ કરી છે.

વિનેશ ફોગાટે પણ વ્યક્ત કરી નારાજગી

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યા બાદ વિનેશ ફોગાટ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે ખરેખર દુઃખદ છે કે અમે લડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જીતી શક્યા નહીં.અમને ત્રણ-ચાર મહિના રાહ જોવાનું કહેવામાં આવ્યું અને કંઈ થયું નહીં. સંજય સિંહને આજે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમને પ્રમુખ બનાવવાનો અર્થ એ થશે કે રમતગમતની છોકરીઓને ફરીથી શિકાર બનવું પડશે. અમે જે લડાઈ લડી રહ્યા હતા તેમાં તેઓ સફળ થઈ શક્યા નથી.

    follow whatsapp