અમદાવાદમાં પાર્ટી પ્લોટમાં VHPનું સરપ્રાઈઝ ચેકિંગ, વિધર્મી યુવક પકડાતા આવા હાલ કરી નાખ્યા

અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી નવરાત્રીની (Navratri 2022) રમઝાટ જામી છે. ત્યારે પાર્ટી પ્લોટ અને ક્લબમાં લોકો ગરબે ઝૂમવા જાય છે. આ…

gujarattak
follow google news

અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી નવરાત્રીની (Navratri 2022) રમઝાટ જામી છે. ત્યારે પાર્ટી પ્લોટ અને ક્લબમાં લોકો ગરબે ઝૂમવા જાય છે. આ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ગઈકાલે રાત્રે એસ.પી રીંગ રોડ પાસેના એક ગરબાના આયોજનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે વિધર્મી લોકો ઘુસી જતા તેમને માર મારીને બહાર કાઢ્યા હતા.

પાર્ટી પ્લોટમાં બે વિધર્મી યુવકો હોવાની જાણ થઈ હતી
એસ.પી રીંગ રોડ પર એક ગરબાના આયોજનમાં કેટલાક વિધર્મી યુવકો ઘુસી ગયા હોવાની માહિતી મળતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ ત્યાં પહોંચ્યા હતા. તપાસ કરતા ગરબા સ્થળેથી બે વિધર્મી યુવકો મળ્યા હતા, જેમની સાથે બોલાચાલી થતા એક યુવક ભાગવા જતા તેની પાછળ બજરંગ દળના કાર્યકરો પણ દોડ્યા હતા. જે બાદ યુવકને બજરંગદળના કાર્યકરોએ માર માર્યો હતો.

આગામી દિવસોમાં પણ VHP કાર્યવાહી ચાલુ રાખશે
બજરંગદળ દ્વારા નવરાત્રી પહેલા જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે ધાર્મિક સ્થળે વિધર્મી લોકો પ્રવેશસે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના પગલે ગઈકાલે એક વિધર્મી યુવકને માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ VHP અને બજરંગ દળે ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં પણ તેઓ આ પ્રકારની સરપ્રાઈઝ વિઝિટ ચાલુ રાખશે અને વિધર્મી યુવક મળવા પર તેની સામે કાર્યવાહી કરશે.

    follow whatsapp