PAK ટીમના કેપ્ટન બાબર આઝમનું સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથે અફેર! ચેટ અને વીડિયો લીક થયા

નવી દિલ્હી: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી પોતાની ફ્લોપ કેપ્ટનશીપના કારણે ચર્ચામાં છે. હવે તે વધુ એક મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર પોતાની…

gujarattak
follow google news

નવી દિલ્હી: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી પોતાની ફ્લોપ કેપ્ટનશીપના કારણે ચર્ચામાં છે. હવે તે વધુ એક મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર પોતાની ટીમના જ એક સાથી ક્રિકેટરની ગર્લફ્રેન્ડ સાથે અફેર કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કેટલાક ચેટ અને વીડિયોના આધારે લગાવાઈ રહ્યો છે. હાસમાં આ આરોપો પર કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો: સફળ સર્જરી બાદ Rishabh Pantને યાદ આવ્યા ‘દેવદૂત’, ફોટો શેર કરીને આ બે યુવકોને આભાર માન્યો

બાબર આઝમના ચેટિંગના વીડિયો વાઈરલ
બાબરના જે પર્સનલ ચેટ અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, તેમાં કંઈ ખોટું નથી દેખાઈ રહ્યું, પરંતુ આરોપ લાગી રહ્યા છે કે તે સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડને એવા મેસેજ કરી ચૂક્યો છે કે, જો તે તેની સાથે વાતચીત ચાલુ રાખશે તો ટીમમાં તેના બોયફ્રેન્ડને સ્થાન મળતું રહેશે. આ સાથે બાબરનું અમુક રેકોર્ડિંગ્સ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. આ બધું ફેક છે કે ઓરિજિનલ તે સ્પષ્ટ નથી. પરંતુ હાલમાં બાબરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અગાઉ પણ યૌન શોષણનો આરોપ લાગ્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા નવેમ્બર 2020માં બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તેને લગ્નનો વાયદો કર્યો હતો અને તેની સાથે આ વાયદાથી 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો. આ આરોપ બાબરની કોલોનીમાં રહેતી એક મહિલાએ જ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તે સ્કૂલના સમયથી જ સારા મિત્રો હતા અને આ દરમિયાન 2010માં બાબરે તેને પ્રપોઝ કર્યું હતું. જોકે બાદમાં બાબરને આ આરોપોથી ક્લીન ચીટ મળી ગઈ હતી.

આ પણ વાંચો: ચાલુ મેચે મેદાનમાં ઘુસી ગયેલા ફેને Virat Kohliના પગ પકડી લીધા… સૂર્યકુમાર પાસે ફોટો ખેંચાવ્યો

    follow whatsapp