નવી દિલ્હી: હાલમાં શેર માર્કેટમાં ખૂબ જ વધઘટ જોવા મળી રહી છે. એવામાં યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડના શેર પણ દિવસેને દિવસે નીચે આવી રહ્યા છે. પાછલા અઠવાડિયે પતંજલિ ફૂડ્સના રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. પાછલા અઠવાડિયે કંપનીના શેરોમાં સતત ઘટાડો થયો. આ દરમિયાન રોકાણકારોને લગભગ 7000 કરોડ રૂપિયાનું નુકસાન અત્યાર સુધી વેઠવું પડ્યું છે.
ADVERTISEMENT
અઠવાડિયામાં માર્કેટકેપ 7 હજાર કરોડ ઘટ્યું
પાછલા અઠવાડિયે 3 ફેબ્રુઆરીએ પતંજલિ ફૂડ્સના શેરમાં લોઅર સર્કિટ લાગી અને તેનો ભાવ 903.35 રૂપિયા સુધી ઘટી ગયો. માર્કેટ બંધ થયા સુધીમાં તેનો ભાવ 906.80 રૂપિયા રહ્યો. કંપનીનું માર્કેટ કેપ 32,825.69 કરોડ રૂપિયા છે. અઠવાડિયા પહેલા એટલે કે 27 જાન્યુઆરીની વાત કરીએ તો શેરનો ભાવ 1102 રૂપિયાના સ્તરે હતો અને માર્કેટ કેપ લગભગ 40 હજાર કરોડ રૂપિયાના સ્તર પર રહ્યો હતો. આ રીતે એક અઠવાડિયામાં જ કંપનીનું માર્કેટ કેપ 7 હજાર કરોડ રૂપિયા ઘટી ગયું.
આ પણ વાંચો: હિન્ડેનબર્ગને અદાણી આપશે જવાબ, આ 4 કંપનીઓને ઓડિટ માટે કરી પસંદ
ડિસેમ્બરના ક્વાર્ટરમાં 15 ટકા ચોખ્ખો નફો
નોંધનીય છે કે પતંજલિ ફૂડ્ય લિમિટનો ચોખ્ખો નફો ડિસેમ્બરના ક્વાર્ટરમાં 15 ટકા વધીને 269.18 કરોડ રૂપિયા હતો. ચોખ્ખો નફો વધવાનું કારણ વેચાણમાં વધારો છે. કંપનીએ હાલમાં જ સૂચના આપીને કહ્યું કે એક વર્ષ પહેલા 2021-22માં આ જ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 234.07 કરોડ રૂપિયા હતો. પજંતલિ ફૂડ્સની કુલ આવક 31 ડિસેમ્બર પૂરા થતા ક્વાર્ટર દરમિયાન 26 ટકા વધીને 7963 કરોડ રૂપિયા હતા. જે પાછલા વર્ષે 6301 કરોડ રૂપિયા હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT