નવી દિલ્હી: દેશભરમાં રામભક્તો માટે અયોધ્યાથી મોટી ખબર આવી રહી છે. રામ મંદિરનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્ષ ટ્રસ્ટના એક સદસ્યએ આ જાણકારી આપી છે. કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2024થી ભક્તો માટે રામ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભગવાન રામ અને બીજા ભગવાનોની મૂર્તિ પણ સ્થાપિત હશે. જે ઝડપે રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે, દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આગામી વર્ષે ડિસેમ્બર સુધી મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર કરી લેવામાં આવશે અને પછી 2024માં તેને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.
ADVERTISEMENT
રૂ.1800 કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર
આ વિશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સદસ્ય કહે છે કે રામ મંદિર બનાવવામાં 1800 કરોડનો ખર્ચ થશે. દરેક હિન્દુ ભગવાનને આ મંદિરમાં ઉચિત સ્થાન અને જગ્યા આપવામાં આવશે. જેના પ્લાન પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમના મુજબ રામ મંદિરના નિર્માણની સાથે સાથે વાલ્મિકી, શબરી, જટાયુ, સીતા, ગણેશજી અને લક્ષ્મણજીના મંદિર પણ બનાવવામાં આવશે. આ મંદિરોના નિર્માણ માટે રામ મંદિરની આસપાસ 70 એકર જેટલો વિસ્તાર પણ પસંદ કરી લેવામાં આવ્યો છે.
મંદિરમાં પરિક્રમા માટે બે માળનો પથ હશે
આ રામ મંદિર કેટલું ભવ્ય દેખાશે તેનો અંદાજ આ વાત પરથી જ લગાવી શકાય છે કે, મંદિરના બે માળના એક પરિક્રમ પથનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિરના પૂર્વ ભાગમાં સેંડસ્ટોનથી બનેલો એક દ્વાર પણ હશે. એવામાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
PM મોદીએ કરી રામ મંદિરના નિર્માણકાર્યની સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રામ મંદિરના નિર્માણની કામગીરીની સમીક્ષા કરી છે. દિવાળીના અવસરે જ્યારે તેઓ અયોધ્યા આવ્યા હતા, તેમણે પોતે રામ મંદિરનું નિર્માણ કાર્ય જોયું હતું.
ADVERTISEMENT