અયોધ્યા: PM મોદી આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં છે. અહીં તેમણે દિવાળીની પૂર્વ સંધ્યાએ રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરી. આ બાદ તેમણે અયોધ્યા પાછા આવેલા ભગવાન રામની આરતી ઉતારી અને પ્રતિકાત્મક રાજ્યાભિષેક પણ કર્યો હતો. ત્યારે અયોધ્યામાં સરયૂ નદીના તટ પર 15 લાખથી વધારે દિવા પ્રજ્વલિત કરાયા હતા. અયોધ્યામાં કુલ 17 લાખથી વધુ દિવા પ્રજ્વલિત કરાયા હતા, જેમાંથી 15 લાખ 76 હજાર દિવા સરયૂ નદીના તટ પર પ્રગટાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન દિવા પ્રજ્વલિત કરવાનો રેકોર્ડ બન્યો હતો. બીજી તરફ લેઝર શોની પણ શરૂઆત કરાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, અમૃતકાળમાં ભગવાન રામ જેવી સંકલ્પ શક્તિ દેશને નવી ઊંચાઈ પર લઈ જશે. ભગવાન રામે પોતાના વચનોમાં, પોતાના વિચારોમાં, પોતાના શાસનમાં પોતાના પ્રશાસનમાં જે મૂલ્યોને ઘડ્યા. તે સૌનો સાથ-સૌનો વિકાસની પ્રેરણા છે અને સૌના વિશ્વાસ-સૌના પ્રયાસનો આધાર છે.
તેમણે કહ્યું, ભગવાન રામ મર્યાદાપુરુષોત્તમ કહેવાય છે. મર્યાદા, માન રાખવાનું પણ શીખવે છે અને માન આપવાનું પણ. રામ કોઈને પાછળ નથી છોડતા. રામ કર્તવ્ય-ભાવનાથી મોઢું નથી વાળતા. આથી રામ ભારતની તે ભાવનાના પ્રતીક છે. જે માને છે કે આપણા અધિકાર આપણા કર્તવ્યોથી સ્વયં સિદ્ધ થઈ જાય છે. આજે અયોધ્યા જી, દીપોથી દિવ્ય છે. ભાવનાઓથી ભવ્ય છે. આજે અયોધ્યા નગરી ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણના સ્વર્ણિમ અધ્યાયનું પ્રતિબિંબ છે.
આ સાથે તેમણે દીપોત્સવની શરૂઆત કરાવ્યા બાદ કહ્યું હતું કે, ભારતના કણ-કણમાં, જન-જનના મનમાં રામ છે. ઈદથી દિવાળી સુધી, આ જ તો ભારતની સંસ્કૃતિ છે. દિવો પોતે બળે છે અને બધાને પ્રકાશ આપે છે. દેશે ઘણી ગંભીર સ્થિતિઓને જોઈ છે, ઘણા સમય જોયા છે. જ્યારે દુનિયાની મોટી-મોટી શક્તિઓનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો, ત્યારે પણ આપણી આશાનો દિવો ટમટમી રહ્યો હતો.
ADVERTISEMENT