Deepotsav 2023: ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં પ્રતિષ્ઠિત દીપોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે દીપોત્સવ ખૂબ જ ખાસ બનવાનો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરમાં ભગવાન શ્રી રામના બિરાજમાન થયા પહેલા આ ઉત્સવને ઐતિહાસિક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. 21 લાખ દીવા રામનગરીના 51 ઘાટો પર પ્રગટાવવામાં આવશે, તો રામનગરીમાં પરંપરાગત નીકળતી ભગવાન શ્રી રામના જીવન પર આધારિત પ્રસંગની ઝાંખીઓની શોભાયાત્રા પણ એકવાર ફરી ખાસ હશે.
ADVERTISEMENT
દિલ્હીના કારીગરો બનાવી રહ્યા છે ટેબ્લો
આ વખતે દિલ્હીના તમામ મુસ્લિમ કારીગરો રામ લલ્લાની નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના જીવન પર આધારિત ઝાંખીઓ (ટેબ્લો) બનાવી રહ્યા છે. રામ લલ્લાના જીવન પર આધારિત થીમ પર 11 ઝાંખીઓ બનાવવામાં આવનાર છે. ભગવાન રામના જીવન પર આધારિત પ્રસંગની ઝાંખી બનાવનારા મુસ્લિમ કારીગરો પોતાને સૌભાગ્યશાળી ગણાવી રહ્યા છે.
ખૂબ જ ખાસ હશે આ ટેબ્લો
અયોધ્યામાં આ વખતે દીપોત્સવ ખૂબ જ ભવ્ય હશે, તેથી દરેક નાની-નાની બાબતોને ખૂબ જ ઝીણવટ સાથે ભવ્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વખતે દિલ્હીના પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજપથની ટેબ્લોક્સ બનાવનારા કારીગરો રામનગરી (અયોધ્યા)માં દીપોત્સવના પર્વ દરમિયાન નિકળતી શોભા યાત્રા માટે ટેબ્લો બનાવી રહ્યા છે. આ ટેબ્લો ખૂબ જ ખાસ હશે. આ સાથે જ આ વખતે રામ નગરીને રાજપથ જેવા પહોળા રસ્તાઓથી સજ્જ કરવામાં આવશે, આવી શોભાયાત્રામાં તેમાં સવાર કલાકારો પોતાની અદભૂત અને અલૌકિક છબી પ્રદર્શિત કરશે.
પ્રગટાવાશે 21 લાખથી વધુ દીવા
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાનો દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ હશે. એવી ધાર્મિક માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરી હતી. ત્યારે ફરી એકવાર ભગવાન તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં આ દીપોત્સવ સૌથી અનોખો હશે. રામનગરીના ઘાટો પર 21 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે અને અયોધ્યાના મઠો-મંદિરો પણ આ ઉત્સવના સાક્ષી બનશે.જી
ADVERTISEMENT