- 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું
- 216 રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ઓસ્ટ્રેલિયાની આખી ટીમ બીજા દાવમાં માત્ર 207 રન જ બનાવી શકી
- ઐતિહાસિક જીત બાદ કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારા પણ રડી પડ્યા
AUS vs WI: વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝે 8 રને જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને રોમાંચક મેચમાં હરાવીને સીરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી. આ મેચમાં જીત સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે.
ADVERTISEMENT
બ્રિસબેન ટેસ્ટ મેચના ચોથા દિવસે 216 રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ઓસ્ટ્રેલિયાની આખી ટીમ બીજા દાવમાં માત્ર 207 રન જ બનાવી શકી હતી. શમર જોસેફે કાંગારૂ ટીમ સામે 7 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝની જીત આપવી. આ ઐતિહાસિક જીત બાદ કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારા પણ રડી પડ્યા હતા.
27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું
વેસ્ટ ઈન્ડિઝે 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા મહાન બેટ્સમેન બ્રાયન લારા પોતાની ટીમની જીત પર ખુશી વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું હતું કે આ એક એવી ક્ષણ છે જ્યારે ઓછી અનુભવી યુવા ટીમે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યું છે. આ પ્રથમ વખત હતું જ્યારે કાંગારુ ટીમ ડે-નાઈટ ટેસ્ટ મેચ હારી હોય.
ફરીવાર તૂટયો ગાબાનો ઘમંડ
ગાબા મેદાનને ઓસ્ટ્રેલિયાનો અજેય કિલ્લો માનવામાં આવે છે. આ મેદાન પર તેમને હારવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ 2021માં ભારતે અને હાલ વેસ્ટ ઈન્ડિઝે અહી જીત મેળવી ઇતિહાસ લખ્યો છે. ફરી એકવાર ગાબાનો ઘમંડ તૂટતો જોવા મળ્યો. ભારતે 2021માં હાર આપી હતી અને હવે વેસ્ટ ઈન્ડિઝને હાર મળી છે.
શમર જોસેફની ઘાતક બોલિંગ
શમર જોસેફે સાત વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાને હારનો સ્વાદ ચખાડ્યો હતો. મિચેલ માર્શે 21 રન, કેપ્ટન પેટ કમિન્સ માત્ર 2 રન, નાથન લિયોને પણ માત્ર 9 રન પર આઉટ કરી જોસેફ આખી ટીમને હચમચાવી દીધી હતી.વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમર જોસેફે ઘાતક બોલિંગ કરતાં ચોથી ઈનિંગમાં સાત વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT