Prantij Crime News: સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ એક યુવકનું મોત થતાં પોલીસ દોડતી થઈ છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાંતિજ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
રૂપિયાની લેતીદેતી મામલે મારામારી
પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજના ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં બે જૂથો હથિયારો લઈને સામ સામે આવી ગયા હતા. સ્ટ્રીટ લાઈટો બંધ કરી બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું.
હુમલામાં એક યુવકનું મોત
સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો હથિયારો લઈને સામ સામે આવી જતાં સ્થાનિક રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. જ્યારે બેથી વધુ યુવકોને ઈજાઓ પહોંચી હતી.
30ના ટોળા સામે ફરિયાદ
આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં દોડી આવ્યો હતો. જે બાદ આ વિસ્તારમાં સ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂથ અથડામણમાં યુવકનું મોત થતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જે બાદ પોલીસે રાત્રે જ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી
ADVERTISEMENT