કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન કૈલાશ ખેર પર હુમલો, આરોપીની પોલીસે કરી અટકાયત

નવી દિલ્હી: બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર તેમના સૂરો માટે જાણીતા છે. તેમના અવાજનો જાદુ દેશભરના લોકોના દિલમાં તેમના માટે પ્રેમ ઉત્પન કરે છે. પોતાના…

gujarattak
follow google news

નવી દિલ્હી: બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર તેમના સૂરો માટે જાણીતા છે. તેમના અવાજનો જાદુ દેશભરના લોકોના દિલમાં તેમના માટે પ્રેમ ઉત્પન કરે છે. પોતાના અવાજ અને નિવેદનોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહેતા કૈલાશ ખેર આજે કોઈ અન્ય કારણોસર ચર્ચામાં આવ્યા છે. કર્ણાટકમાં એક કોન્સર્ટ દરમિયાન કૈલાશ ખેર પર હુમલો થયો છે. જોકે પોલીસે હુમલો કારણને ઝડપી પાડ્યો છે.

કર્ણાટકમાં એક કોન્સર્ટ દરમિયાન ગાયક કૈલાશ ખેર પર હુમલો કરવામાં આવ્યો છે.  કોન્સર્ટ દરમિયાન કૈલાશ ખેર પર એક બોટલ ફેંકવામાં આવી છે. આવી સ્થિતિમાં, ત્યાં હાજર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કૈલાશ ખેર પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરી.

આ કારણે કર્યો હુમલો
હુમલા સમયે પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી. જે ઘટના બાદ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આ હુમલાખોરને ચપટીમાં પકડી લીધો હતો. મળતી માહિતી મુજબ, કૈલાશ પર આ હુમલો કન્નડ ગીત ન ગાવાને કારણે થયો હતો. આ છોકરાઓને ગુસ્સો હતો કે કૈલાશ ખેરે તેમના કોન્સર્ટમાં એકપણ કન્નડ ગીત ન ગાયું. આવી સ્થિતિમાં, નારાજ છોકરાએ સ્ટેજ પર પરફોર્મ કરી રહેલા સિંગર પર પાણીની બોટલ ફેંકી દીધી.

જાણો શું હતો પ્રોગ્રામ
કર્ણાટકના હમ્પી શહેરમાં કૈલાશ ખેરના કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારે કૈલાશ ખેર પર હુમલો કરવામાં આવ્યો હતો. કૈલાશ ખેરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હમ્પીમાં આ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. રવિવારે કૈલાશ ખેરે ટ્વીટ કરીને લખ્યું, ‘ભારતનું પ્રાચીન શહેર, કાલ ખંડ, મંદિર અને એટિક, હમ્પીના રૂપમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. કૈલાશ બેન્ડનો શિવનાદ આજે હમ્પી મહોત્સવમાં ગુંજશે.

હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો
ઘટના બાદ પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે.  કર્ણાટકમાં આયોજિત હમ્પી ઉત્સવ 27 જાન્યુઆરીથી શરૂ થયો હતો, જે 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સિંગર પર હુમલો કરવામાં આવ્યો હતો. કન્નડ પ્લેબેક સિંગર્સ અર્જુન, રઘુ દીક્ષિત, વિજય પ્રકાશ અને અનન્યા ભટે પણ આ ઈવેન્ટમાં પરફોર્મ કર્યું હતું. જ્યારે બોલિવૂડના કૈલાશ ખેર અને અરમાન મલિકે તેમાં ભાગ લીધો હતો.

    follow whatsapp