Breaking: અમદાવાદમાં BJPના કાર્યકર્તા પર છરીથી જીવલેણ હુમલો, AAP પર આક્ષેપ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય આગેવાનો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે જ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલાની ખબર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય આગેવાનો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે જ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલાની ખબર સામે આવી હતી. ત્યારે આજે ભાજપના ગોમતીપુરના યુવા મોરચાના પ્રમુખ પર જીવલેણ હુમલાના સમાચાર આવી રહ્યા છે.

યુવા મોરચાના પ્રમુખના પેટમાં છરી મારી હુમલો
ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ગુંડા તત્વો દ્વારા ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર છરીનો ઘા મારીને જીવલેણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં પવન તોમરને ઈજાગ્રસ્ત હાલતમાં શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મનોજ સોરઠીયા પર સુરતમાં થયો હતો હુમલો
નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતમાં ગણેશ મંડપની મુલાકાત લેવા ગયેલા AAPના નેતા મનોજ સોરઠીયા પર લાકડી વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ પાછલ આમ આદમી પાર્ટીએ ભાજપના ગુંડા તત્વોનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. મનોજ સોરઠીયાના માથાના ભાગમાં લાકડીના ફટકા મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈને AAPએ સરકારને ઘેરી હતી. ત્યારે હવે ભાજપના કાર્યકર્તા પર AAPના લોકો દ્વારા હુમલો કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

    follow whatsapp