PM મોદીની સભામાં ટોપી અને ટી-શર્ટ લેવા પડાપડી, કાર્યકરો એકબીજા પાસેથી ઝૂંટવી લેતા જોવા મળ્યા

મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા સભાઓનો દોર શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીની સભામાં કાર્યકર્તાઓ વચ્ચે…

gujarattak
follow google news

મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા સભાઓનો દોર શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીની સભામાં કાર્યકર્તાઓ વચ્ચે ટોપી અને ટી-શર્ટ લેવા માટે પડાપડી થઈ ગઈ હતી. જેનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ દરમિયાન ટોપી અને ટી-શર્ટ લેવા માટે લોકો એકબીજા પાસેથી ઝૂંટવી પણ લેતા જોવા મળ્યા હતા.

સભામાં ટોપી-ટીશર્ટ માટે પડાપડી
નરેન્દ્ર મોદીની સભામાં કાર્યકર્તાઓમાં નરેન્દ્ર મોદીના તસવીરોવાળી ટોપી અને ટી શર્ટ લેવા માટે પડાપડી થઈ હતી. મહેસાણા એરોડ્રામા ખાતે આયોજિત વડાપ્રધાન મોદીની સભામાં આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે અહીં બહારથી લોકો આવ્યા હતા. અહીં લોકોને એકપછી એક બોલાવી ટોપી અને ટીશર્ટ વહેંચવાને બદલે તેમણે ગ્રાઉન્ડ પર ઢગલો કરી દીધો હતો. જેને લઈને કાર્યકર્તાઓની ભીડ ત્યાં ઉમટી પડી હતી.

ભાજપના આગેવાને વચ્ચે પડવું પડ્યું…
ત્યારપછી અહીં સ્ટેજ પરથી આગેવાને બોલવું પડ્યું હતું કે એક પછી એક આવો. બધાને ટોપી અને ટીશર્ટ મળવાના જ છે. આવી રીતે પડાપડી ન કરો. કારણ કે આ દરમિયાન કાર્યકર્તાઓ એકબીજાના હાથમાંથી ટોપી અને ટીશર્ટ ઝૂંટવી લેતા પણ નજરે પડ્યા હતા. જેને લઈને સ્થિતિ વણસે નહીં એ માટે આગેવાને આવી જાહેરાત કરવી પડી હતી.

With Input: કામિની આચાર્ય

    follow whatsapp