વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસ માટે રાજ્યસભાનું ગણિત પણ બગાડ્યું, જાણો શું છે સમીકરણ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ચૂંટણીની અસર ફક્ત વિધાનસભા પર જ નહીં રહે. વિધાનસભાની ચૂંટણીની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ચૂંટણીની અસર ફક્ત વિધાનસભા પર જ નહીં રહે. વિધાનસભાની ચૂંટણીની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર પડશે જ્યારે લોકસભાની ચૂંટણી પર પણ વિધાનસભાની ચૂંટણીની અસર જોવા મળશે. 2022ની ચૂંટણી કોંગ્રેસ માટે લોકસભા અને રાજ્યસભાનું ગણિત બગડી શકે છે.

ગુજરાતમાં રાજ્યસભામાં ભાજપના 8 અને કોંગ્રેસના 3 સભ્ય છે. આવતા વર્ષે ઓગસ્ટમાં રાજ્યસભામાં ખાલી થઇ રહેલી ત્રણ બેઠક પર ભાજપ પોતાના સભ્ય બનાવશે. ભાજપ એપ્રિલ, 2024માં યોજાનારી ચૂંટણીમાં ચારમાંથી બે વધારાની બેઠક મેળવશે. આમ રાજ્યસભાની તમામ બેઠક 2026 સુધીમાં ભાજપ મેળવી શકે છે.

રાજ્યસભાના સભ્યો 
રામભાઈ મોકરીયા-  ભાજપ
રમીલાબેન બારા- ભાજપ
]નરહરિ અમીન- ભાજપ
પરસોત્તમભાઈ રૂપાલા- ભાજપ
મનસુખ એલ. માંડવિયા- ભાજપ
સુબ્રહ્મણ્યમ જયશંકર- ભાજપ
જુગલજી માથુરજી ઠાકોર- ભાજપ
દિનેશચંદ્ર અનાવડિયા- ભાજપ
શક્તિસિંહ ગોહિલ-  કોંગ્રેસ
અમી યાજ્ઞિક – કોંગ્રેસ
નારણભાઈ રાઠવા- કોંગ્રેસ

2023નું ગણિત
વર્ષ 2023 માં ભાજપને કોઈ જ ફાયદો નહીં થઈ શકે. વર્ષ 2023 માં ખાલી થનાર ત્રણેય બેઠક ભાજપની જ છે. ભાજપ આ બેઠકો આરામથી જીત મેળવી શકશે.

આ બેઠકો વર્ષ 2023માં થશે ખાલી 
સુબ્રહ્મણ્યમ જયશંકરની બેઠક 18-ઓગસ્ટ-2023ના રોજ થશે ખાલી
જુગલજી માથુરજી ઠાકોરની બેઠક 18-ઓગસ્ટ-2023ના રોજ થશે ખાલી
દિનેશચંદ્ર અનાવડિયાની બેઠક 18-ઓગસ્ટ-2023 ના રોજ થશે ખાલી

2024 માં કોંગ્રેસને થશે નુકશાન 
વર્ષ 2024માં ભાજપને રાજ્યસભામાં ફાયદો થશે. કોંગ્રેસની બે બેઠકો ભાજપ છીનવી શકે છે. રાજ્યસભામાં કોંગ્રેસ માટે કપરા ચઢાન રહેશે. જોકો કોંગ્રેસે વિપક્ષમાં બેસવા પણ અપક્ષ નું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવું પડે છે. ત્યારે રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર માટે આકરું રહેશે.

વર્ષ 2024માં આ બેઠકો થશે ખાલી 
કોંગ્રેસના અમી યાજ્ઞિકની બેઠક 2 એપ્રિલ 2024ના રોજ ખાલી થશે.
કોંગ્રેસના નારણભાઈ રાઠવા ની બેઠક 2 એપ્રિલ 2024ના રોજ ખાલી થશે.
પરસોત્તમભાઈ રૂપાલાની બેઠક 2 એપ્રિલ 2024ના રોજ ખાલી થશે.
મનસુખ માંડવિયાની બેઠક 2 એપ્રિલ 2024ના રોજ ખાલી થશે

    follow whatsapp