ગુજરાતના આ શહેરથી થઈ હતી ગણેશ મહોત્સવની શરૂઆત, 145 વર્ષથી એક જ માટીના અંશથી મૂર્તિ બને છે

વિપિન પ્રજાપતિ/પાટણ: સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રંગાયેલો છે. ત્યારે ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો મહોત્સવ. સૌ કોઈ લોકો આ ઉત્સવને શ્રદ્ધા સાથે…

gujarattak
follow google news

વિપિન પ્રજાપતિ/પાટણ: સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રંગાયેલો છે. ત્યારે ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો મહોત્સવ. સૌ કોઈ લોકો આ ઉત્સવને શ્રદ્ધા સાથે મનાવી રહ્યા છે. લોકમાન્ય તિલકે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ માટે ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં કરી હતી. જોકે પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગણેશ ઉત્સવની શરૂઆત 1878માં કરી હતી. જેના પુરાવા હાલમાં સરકારી ગેજેટમાં પણ હયાત છે.

એશિયાનો આ સૌથી પહેલા ગણેશોત્સવ
એવામાં પાટણથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેને એશિયાનો સૌથી પહેલા ગણેશોત્સવ હોવાનું પણ કહેવાય છે. આ પ્રાચીન ગણેશ ઉત્સવની પરંપરા હાલમાં પણ અંકબદ્ધ જળવાઈ રહી છે અને આજે 145માં ગણેશ ઉત્સવની શરૂઆત થવા પામી છે. એવામાં ધામ ધૂમ અને ભક્તિ સાથે ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરી પ્રાચીન ગણેશ વાડી ખાતે લઇ જવામાં આવે છે અને વિધિ વિધાન સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

શું છે પાટણના ગણેશોત્સવની ખાસિયત?
પાટણના પ્રાચીન ગણેશોત્સવની ખાસિયત એ છે કે ગણેશજી પ્રથમ મૂર્તિ જે બનવવામાં આવી હતી. તે મૂર્તિના માટીના અંશ આજે બનાવેલ મૂર્તિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને મૂર્તિનું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે. સાથે મૂર્તિ બનાવતી વખતે સતત ગણેશજીના જાપ કરી મૂર્તિ બનાવવામાં આવે છે અને આ સંપૂર્ણ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે.

અનંત ચતુર્થીના શુભ મુહૂર્તમાં ગણેશજીનું વિસર્જન
આ પ્રાચીન ગણેશ ઉત્સવનો સરકારી ગેજેટમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ પ્રાચીન ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્થીના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે અને તે દિવસે જે કોઈ ભક્ત ભગવાન પાસે મનોકામના રાખે છે તે ચોક્કસથી પુરી થાય છે તેટલી ભક્તોની શ્રધ્ધા ગણેશજી પર છે અને 10 દિવસ ખુબજ ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવમાં ભક્તો જોડાય છે.

    follow whatsapp