જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાના ત્રીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવા આજે વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ ગેહલોતે વિધાનસભામાં જૂનું બજેટ વાંચવાનું શરૂ કરી દીધું. જોકે મંત્રી મહેશ જોશીએ તેમને અધવચ્ચે જ ટોક્યા. જેના કારણે ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. આ બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.
ADVERTISEMENT
વિધાનસભામાં જ્યારે સીએમ ગેહલોત બજેટ વાંચી રહ્યા હતા, ત્યારે જ વિપક્ષે હોબાળો શરૂ કર્યો. આ દરમિયાન અશોક ગેહલોતે કહ્યું કે, થોડી ધીરજ રાખો. તેનાથી બધાને સારું લાગશે. ત્યારે મંત્રી મહેશ જોશીએ કહ્યું કે બધા લોકો તમને જોઈ રહ્યા છે. આ ખોટી વાત છે.
પાછલા બજેટની યોજનાઓ ગણાવી
જાણકારી મુજબ વિધાનસભામાં અશોક ગેહલોત જ્યારે બજેટ વાંચી રહ્યા હતા, તો આ દરમિયાન તેમણે પાછલી ત્રણથી ચાર યોજનાઓ પણ ગણાવી દીધી. આટલું જ નહીં તેમાં શહેરી વિકાસ યોજના જે પાછલા વર્ષે લાગુ કરવામાં આવી હતી તેને પણ ગણાવી. ત્યારે જ મંત્રી મહેશ જોશીએ સીએમના કામના કંઈક કહ્યું. આ બાદ તેમણે સોરી કહ્યું. પરંતુ આ બાદ વિપક્ષે ગૃહમાં જોરદાર હોબાળો શરૂ કરી દીધો. વિપક્ષના હોબાળા વચ્ચે વિધાનસભા સ્પીકરે કહ્યું કે, હું ગૃહ છોડીને જતો રહીશ. પરંતુ હોબાળો ચાલુ રહેતા રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી 30 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવી.
જૂની યોજનાએ ફરી વાંચતો મંત્રીએ રોકી લીધા
સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટીની જાહેરાત કરવામાં આવે છે. જે અંતર્ગત શહેરોમાં રહેનારા લોકોને 100 દિવસનો રોજગાર મળશે. જેના માટે 800 કરોડ પ્રતિ વર્ષ ખર્ચ કરાશે. આ દરમિયાન તેમણે એક શેર પણ કહ્યો. ત્યારે જ મંત્રીએ તેમને વચ્ચે અટકાવ્યા. કારણ કે મુખ્યમંત્રી જે બજેટ વાંચી રહ્યા હતા તે પાછલા વર્ષે જ લાગુ થઈ ચૂક્યું હતું. જેને લઈને કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કરીને તેમને આડેહાથ લીધા હતા.
ADVERTISEMENT